બ્રાઝિલના જંગલોમાંથી વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા રહસ્યમય કળશો, ખોલ્યા તો શું નીકળ્યું?

બ્રાઝિલના અમેઝોન જંગલો અવાર નવાર નવી નવી ખોજ માટે વિવિધ સંશોધન થતા રહે છે. આ એક એવું જંગલ છે જેમાં વિશ્વમાં ઘણા એવા રહસ્ય છુપાયેલા છે, જેને જાણીને આપણે આશ્રર્યચકીત થઈ જઈએ. એવી જ રીતે જંગલોમાં નવી શોધ થઈ રહી હતી. આ શોધ ખોળમાં પ્રાચીન સમાજના રીતરિવાજોને ઉજાગર કરતી નવી રસ પ્રદ માહિતી જાણવા મળી છે. શોધખોળ ટીમને એક પડેલા વૃક્ષના મુળની નીચે માટીના સાત મોટા કળશ મળી આવ્યા છે, જેમાં માનવ અવશેષો તથા માછલીઓ અને કાચબાના હાડકાંઓ મળી આવ્યા હતા. મમિરાઉઆ ઇન્સ્ટિટ્યૂટ ફોર સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટની ટીમે આ ખોજ કરી છે, જે અમેઝોનના પ્રાચીન વસ્તીઓ અને તેમના અંતિમ સંસ્કારના રીતો વિશે જાણવાનો પ્રયાસ કરતા રહેતા હોઈ છે. આ કલશો 3 ફૂટ વ્યાસના અને લગભગ 350 કિલો વજનના હતા, જે જમીનના 16 ફૂટ નીચે દબાયેલા મળ્યા છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે શોધખોળ સંસ્થાના પુરાતત્વવિદ માર્સિયો અમરાલની ટીમે કોચિલા તળાવના પ્રાચીન કૃત્રિમ ટાપુઓ પરથી આ કળશો મળી આવ્યા છે. આ સ્થળ પહેલા વસ્તીઓના ઘરોનું કેન્દ્ર હોવાનું માનવામાં આવે છે, જ્યાં લોકો નદીના પૂરને ધ્યાનમાં રાખીને માટી અને માટીના ઘરો પર રહેતા હતા. કળશોમાં મળેલા અવશેષો પ્રી-હિસ્પેનિક કાળના છે, જે અમેઝોનને ખાલી જમીન નહીં પરંતુ સમૃદ્ધ સંસ્કૃતિનું કેન્દ્ર હોવાનું સાબિત કરે છે. આ ખોજથી પ્રાચીન લોકોના જીવનધોરણ અને પર્યાવરણ સાથે તેમના સંબંધ વિશે વધુ સમજણ મળશે.

ટીમની શોધકર્તા જ્યોર્જિયા લેઇલા હોલાન્ડાએ જણાવ્યું કે આ કળશો ખૂબ મોટા છે અને તેમના પર કોઈ માટીના ઢાંકણો મળ્યા નથી. તેમનું માનવું છે કે આ કલશોને કદાચ કોઈ જૈવિક સામગ્રીથી બંધ કરવામાં આવ્યા હશે, જે સમય સાથે ખરબાઈ ગઈ હશે. આ જગ્યા એક સમય પર લોકોમાટે રહેણાંક વિસ્તાર હોઈ શકે છે. અને આ વિસ્તાર નીચે આ કળશ મળી આવ્યા છે. એટલે કે, તે લોકો પોતાના ઘર નીચે કબ્રસ્થાનમાં દફનાવતા હતા. આ પદ્ધતિ અમેઝોનના પૂરભેદી વિસ્તારોમાં જીવનને અનુકૂળ બનાવવાનું દર્શાવે છે.
આ કળશો જમીનની આશરે 40 સે.મી. ઊંડાઈમાં મળ્યા છે, જે પ્રાચીન ઘરોની જમીન હતી. પુરાતત્વવિદોનું કહેવું છે કે અમેઝોનના પ્રાચીન વાસીઓ પોતાના પર્યાવરણને ખૂબ સારી રીતે સમજતા હતા અને તેને સંભાળતા હતા. આ શોધ અમેઝોનને ફક્ત જંગલી વિસ્તાર નહીં પરંતુ વિકસિત સમાજોનું કેન્દ્ર હોવાનું પુરવાર કરે છે, જ્યાં લોકો કૃત્રિમ ટાપુઓ બનાવીને રહેતા હતા. આથી, પ્રાચીન કાળના જીવન અને સંસ્કૃતિ વિશે નવી ચર્ચા શરૂ થઈ શકશે.
કળશોમાં મળેલા માનવ અવશેષો, માછલીઓ અને કાચબાના પ્રાચીન અંતિમ સંસ્કારની પદ્ધતિઓ વિશે મહત્વપૂર્ણ માહિતી આપે છે. જનાવરોની હાડકાંઓ કદાચ ભોજન અથવા રીતરિવાજોનો ભાગ હોવાનો પણ આ શોધખોળમાં દાવો કરવામાં આવ્યો, જે મૃત વ્યક્તિને પરલોક જીવનમાં મદદ કરવા માટે રાખવામાં આવી હશે. દક્ષિણ અમેરિકાના અનેક પ્રાચીન સમાજોમાં આવી માન્યતા હતી કે આવા અર્પણો મૃતાત્માને આગળની યાત્રામાં સહાય કરે છે. આ ખોજથી અમેઝોનના પ્રાચીન રીતરિવાજો વિશે વધુ અભ્યાસ થશે.
આપણ વાંચો: નેપાળમાં કાર્યકારી વડાપ્રધાન સુશીલા કાર્કીના મંત્રીમંડળનું વિસ્તરણ, ત્રણ મંત્રી શપથ લેશે…