ટ્રમ્પે છેડો ફાડ્યો તો યુક્રેનને મળ્યો બ્રિટન અને ફ્રાન્સનો ટેકો; કાયમી શાંતિ માટે પ્રયાસ…

લંડન: છેલ્લા ત્રણ વર્ષથી રશિયાના આક્રમણનો સામનો કરી રહેલા યુક્રેનને અમેરિકા તરફથી મોટો ઝટકો મળ્યો છે, અમેરિકાએ યુક્રેનને આપવામાં આવતા હથિયારોની સપ્લાય ઓછી કરી દીધી છે અને ટૂંક સમયમાં બંધ કરી દેશે. અમેરિકાના પ્રવાસે ગયેલા યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી(Volodymyr Zelensky)ને વ્હાઈટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ (Donald Trump) ટ્રમ્પ દ્વારા અપમાનિત કરવામાં આવ્યા, એવામાં આ મુશ્કેલ સમયમાં યુરોપીન દેશો યુક્રેનની મદદે આવ્યા છે.
Also read : Trump Vs Zelenskyy: ટ્રમ્પ સાથે બાથ ભીડનારા ઝેલેન્સ્કીની કેટલી છે સંપત્તિ?
યુરોપના સૌથી શક્તિશાળી બે દેશો બ્રિટન અને ફ્રાન્સે યુક્રેન સાથે યુદ્ધવિરામ યોજના પર કામ કરવા તૈયારી બતાવી છે. દરમિયાન, યુકેના વડા પ્રધાન કીર સ્ટારમરે કહ્યું છે કે તેઓ યુક્રેનને 5,000 ડિફેન્સ મિસાઇલો સપ્લાય કરવા માટે 1.6 બિલિયન પાઉન્ડ (લગભગ બે બિલિયન યુએસ ડોલર) ખર્ચ કરશે.
વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પ સાથેની ઉગ્ર બોલચાલ બાદ, એવું લાગતું હતું કે યુક્રેનની સમસ્યા વધી શકે છે. જોકે, હવે યુરોપિયન દેશો યુક્રેનની મદદ માટે વધુ સક્રિય થઇ ગયા છે અને તેઓ અમેરિકાને પણ આમાં સામેલ કરવા ઈચ્છે છે.
યુદ્ધવિરામ યોજના:
બ્રિટનના વડા પ્રધાન સ્ટાર્મરે કહ્યું કે બ્રિટન, ફ્રાન્સ અને યુક્રેન યુદ્ધવિરામ યોજના પર સાથે મળીને કામ કરવા સંમત થયા છે, આ યોજનાને અમેરિકા સમક્ષ રજૂ કરવામાં આવશે. સ્ટારમરે કહ્યું કે તેમનું સંપૂર્ણ ધ્યાન શાંતિ માટે વાટાઘાટો ફરી શરૂ કરવા પર છે.
સ્ટારમર અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું, મને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર વિશ્વાસ નથી, પણ મને ટ્રમ્પ પર વિશ્વાસ છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ કાયમી શાંતિ ઇચ્છે છે.
Also read : અમેરિકા સાથે સંબંધ બગડ્યા બાદ ઝેલેન્સકીને મળ્યો આ શક્તિશાળી દેશનો ટેકો; વડાપ્રધાને ગળે લગાવ્યા
ફ્રાન્સ, જર્મની, ડેનમાર્ક, ઇટાલી, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, સ્પેન, કેનેડા, ફિનલેન્ડ, સ્વીડન, ચેક રિપબ્લિક અને રોમાનિયાના નેતાઓ પણ આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. તુર્કીના વિદેશ પ્રધાન, નાટો મહાસચિવ અને યુરોપિયન કમિશન અને યુરોપિયન કાઉન્સિલના વડાઓ પણ ભાગ લઈ રહ્યા છે.