એપસ્ટીન ફાઈલ્સઃ બિલ ક્લિન્ટન હોટ ટબમાં જોવા મળ્યા, કોન્ટેક્ટ બુકમાં ટ્રમ્પનું નામ

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકામાં જેફરી એપસ્ટીન સાથે જોડાયેલા હજારો ગુપ્ત દસ્તાવેજો જાહેર થયા હતા. એપસ્ટીન ફાઈલ્સ ટ્રાન્પરપરન્સી એક્ટ હેઠળ જાહેર કરાયેલા દસ્તાવેજોમાં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન અને પોપ આઈકન માઈકલ જેકસન જેવી હસ્તીઓના નામ અને તસવીરો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આમાં કેટલીક તસવીરો એવી છે જે પહેલા ક્યારેય સામે આવી નથી. 3 લાખ દસ્તાવેજ સાથે જાહેર થયેલી એપસ્ટીન ફાઈલમાં બિલ ક્લિન્ટન, માઈકલ જેક્સન જેવી હસ્તીઓની તસવીરો છે. બિલ ક્લિન્ટન હોટ ટબમાં જોવા મળ્યા છે, જ્યારે વર્તમાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ કોન્ટેક્ટ બુકમાં છે.
એપસ્ટીન ફાઈલને ચાર સેટમાં જાહેર કરવામાં આવી હતી. જેમાં એકમાં કોર્ટ રેકોર્ડ, બીજામાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલા ખુલાસા, ત્રીજામાં માહિતી અધિકાર કાયદા હેઠળ FOIA હેઠળ જાહેર કરાયેલા દસ્તાવેજો અને ચોથામાં કમિટી ઓન ઓવરસાઈટ એન્ડ ગવર્નમેન્ટ રિફોર્મ તરફથી કરાયેલા ખુલાસા સામે છે. આ રેકોર્ડમાં 50થી વધુ કોર્ટ કેસની વિગતો છે.
એક તસવીરમાં પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, એપસ્ટીનની સહયોગી ઘિસ્લેન મેક્સવેલ અને અન્ય એક અજાણી વ્યક્તિ સાથે ‘હોટ ટબ’માં આરામ કરતા જોવા મળે છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન સહિત પોપ સિંગર માઈકલ જેક્સન, હોલિવૂડ એક્ટર ક્રિસ ટકર, બ્રિટિશ પ્રિન્સ એન્ડ્રુ જેવા દિગ્ગજોની પણ તસવીરો આ વખતે એપ્સ્ટીન ફાઈનલમાં ખુલી છે. કુલ 4 સેટમાં આ દસ્તાવેજો જાહેર કરાયા છે જેમાં કુલ 3500થી વધુ ફાઈલો છે.
અન્ય એક ફોટામાં માઈકલ જેક્સન એપસ્ટીન સાથે એક એવી પેઇન્ટિંગ સામે ઉભેલા દેખાય છે જેમાં નગ્ન મહિલાનું ચિત્ર છે. એક અન્ય તસવીરમાં ક્લિન્ટન અને જેક્સન સાથે પોઝ આપતા પણ જોવા મળ્યા છે. જેફ્રી એપસ્ટીનના રૂમમાં પોપ જોન પોલ સેકન્ડની પણ તસવીર દેખાઈ આવી હતી. આ તસવીર જેફ્રીના રૂમમાં મૂકી રાખવામાં આવી હતી. જ્યારે 7 મહિલાઓના ખોળામાં બ્રિટિશ રાજકુમાર પ્રિન્સ એન્ડ્રુ સૂતેલા દેખાઈ રહ્યા હતા.
ન્યાય વિભાગે આ રેકોર્ડ્સ કોંગ્રેસ દ્વારા નિર્ધારિત સમયમર્યાદા હેઠળ જાહેર કર્યા છે. જોકે, ડેપ્યુટી એટર્ની જનરલ ટોડ બ્લાન્ચે સ્પષ્ટ કર્યું છે કે નિયત સમયમાં તમામ દસ્તાવેજો જાહેર કરી શકાશે નહીં. આ ફાઇલોમાં ફોટોગ્રાફ્સ, કોલ લોગ્સ, ગ્રાન્ડ જ્યુરીની જુબાની અને તપાસ સંબંધિત ઇન્ટરવ્યુ ટ્રાન્સક્રિપ્ટ્સનો સમાવેશ થાય છે. હવે એ સ્પષ્ટ નથી કે તેમાંથી કેટલા નવા અને નક્કર ખુલાસા થશે.
રાજકીય દબાણ બાદ 19 નવેમ્બરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા. આ હેઠળ ન્યાય વિભાગે 30 દિવસમાં એપસ્ટીન સાથે જોડાયેલી મોટાભાગની ફાઇલો જાહેર કરવાની હતી. આ કાયદો ડેમોક્રેટ અને રિપબ્લિકન એમ બંને પક્ષોના સમર્થનથી પસાર થયો હતો. શરૂઆતમાં ટ્રમ્પ અને રિપબ્લિકન નેતૃત્વ તેનો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ બાદમાં ટ્રમ્પે પોતાનું વલણ બદલતા કહ્યું કે ફાઇલો જાહેર કરવી એ જ સારો રસ્તો છે.
જેફરી એપસ્ટીનની તપાસ 2005માં ફ્લોરિડાના પામ બીચથી શરૂ થઈ હતી. એક 14 વર્ષની છોકરીના જાતીય શોષણની ફરિયાદ સામે આવે બાદ તપાસ શૂ થઈ હતી. એફબીઆઈ તપાસમાં ઘણી સગીર છોકરીઓની જુબાની મળી હતી, પરંતુ તેમ છતાં એપસ્ટીન ફેડરલ ટ્રાયલમાંથી બચી ગયો હતો. બાદમાં 2019માં તેના પર ફરીથી તસ્કરીના આરોપો લાગ્યા, પરંતુ ધરપકડના એક મહિના પછી તેણે જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. તેની સહયોગી ઘિસ્લેન મેક્સવેલને 2021માં દોષિત ઠેરવવામાં આવી હતી અને તે 20 વર્ષની સજા ભોગવી રહી છે.
આ પણ વાંચો…એપસ્ટીન સેક્સ રેકેટ સાથે જોડાયેલા વધુ ફોટોગ્રાફ્સ જાહેર: બિલ ગેટ્સ સહિત આ હાઈ પ્રોફાઈલ શખ્સો દેખાયા



