ઇન્ટરનેશનલ

રશિયા-યુક્રેન યુદ્ધનો અંત નજીક! નવા વર્ષ પહેલા ઝેલેન્સકીએ આપ્યું મોટું નિવેદન

કિવ: અનેક પ્રયસો છતાં ચાર વર્ષ પહેલા શરુ થયેલું રશિયા-યુક્રેન યુદ્ધ હજુ સુધી આટકી શક્યું નથી. તાજેતરમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, ત્યાર બાદ યુદ્ધ સમાપ્ત થવાની આશા દેખાઈ રહી છે. બુધવારે ઝેલેન્સકીએ જણાવ્યું કે યુક્રેન રશિયા સાથે યુદ્ધ સમાપ્ત કરવાના કરારથી માત્ર “10 ટકા” દૂર છે.

ગત વર્ષે યુએસના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યાર બાદ તેઓ યુદ્ધ સમાપ્ત કરવા સતત પ્રયસો કરી રહ્યા છે, તાજેતરના અઠવાડિયામાં તેમના પ્રયસોને વેગ મળ્યો છે.

રશિયા દ્વારા યુક્રેનના લગભગ 20 ટકા ભાગ પર કબજો કરવામાં આવ્યો છે. રશિયા માંગ કરી રહ્યું છે કે શાંતિ પ્રસ્તાવ હેઠળ યુક્રેન તેનું પૂર્વીય ડોનબાસ ક્ષેત્ર રશિયાને સોંપી દે, પરંતુ યુક્રેને ચેતવણી આપી છે કે પ્રદેશ સોંપવાથી રશિયાને વધુ જુસ્સો મળશે.

શાંતિની નજીક, પણ….

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આપેલા સંબોધનમાં સંબોધનમાં, ઝેલેન્સકીએ કહ્યું કે યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ઈચ્છે છે પરંતુ કોઈ ચૂકવીને નહીં. કોઈ પણ શાંતિ કરાર એવો હોવો જોઈએ જે રશિયાને ફરીથી આક્રમણ કરતા અટકાવે તેની મજબૂત સુરક્ષા ગેરંટી આપતો હોય. શાંતિ કરાર 90 ટકા તૈયાર છે, માત્ર દસ ટકા બાકી છે.

ઝેલેન્સકીએ કહ્યું કે આ 10 ટકા શાંતિનું ભવિષ્ય નક્કી કરશે, યુક્રેન અને યુરોપનું ભવિષ્ય ભાવિ નક્કી કરશે.

નોંધનીય છે કે યુએસ રાજદૂત સ્ટીવ વિટકોફ સહિત યુએસ અધિકારીઓએ યુદ્ધ સમાપ્ત કરવા માટે આગામી પગલાં લેવા માટે યુક્રેનિયન અને યુરોપિયન સુરક્ષા સલાહકારો સાથે ફોન પર વાત કરી હતી.

યુદ્ધ વિરામથી સમગ્ર વિશ્વને રાહત મળશે:

રશિયા-યુક્રેન યુદ્ધ બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપની ધરતી પર થયેલું સૌથી ભયંકર યુદ્ધ છે. બંને પક્ષો મળીને લાખો સૈનિકો અને નાગરિકોના મોત નીપજ્યા છે. લાખો લોકો વિસ્થાપિત થયા છે. યુક્રેનિયના અનેક શહેરોને ખંડેર બની ગયા છે. લોકો સતત મોતના ભય હેઠળ જીવી રહ્યા છે. યુરોપ સિવાય આ યુદ્ધની વરવી અસર સમગ્ર દુનિયાના અર્થતંત્ર પર પડી છે. એવામાં આ યુદ્ધ સમાપ્ત થયું સમગ્ર વિશ્વના હિતમાં છે.

આ પણ વાંચો…રશિયા-યુક્રેન યુદ્ધ: ટ્રમ્પ-પુતિનની બુડાપેસ્ટ બેઠક મુલતવી, શાંતિ પ્રયાસોને મોટો ફટકો…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button