ઈલોન મસ્કની નેટ વર્થ $500 બિલિયનને પાર; આટલા વર્ષમાં બની શકે છે પ્રથમ ટ્રિલિયનર

વોશિંગ્ટન ડી સી: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કની સંપતિમાં સતત વધારો થયો છે, તેમની સંપતી હવે વધીને $500.1 બિલિયન થઇ ગઈ છે. ઇતિહાસમાં પહેલી વાર કોઈ વ્યક્તિની સંપતિ $500 બિલિયન સુધી પહોંચી છે.
નોંધનીય છે કે ડિસેમ્બરમાં ઈલોન માસ્ક $400 બિલિયન કે તેથી વધુ સંપત્તિ ધરાવતા પ્રથમ વ્યક્તિ બન્યા હતા, હવે તેમણે $500નો નવો બેન્ચમાર્ક પાર કર્યો છે, તેમની નેટ વર્થ વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસન કરતાં $150 બિલિયન વધુ છે.
આ કંપનીઓથી મસ્કને થઇ રહી છે કમાણી:
ઈલોન માસ્કની મોટાભાગની સંપતી ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી કંપની ટેસ્લાથી આવે છે. 15 સપ્ટેમ્બરના આંકડા મુજબ ટેસ્લાનો 12.4 ટકાથી વધુ હિસ્સો ઈલોન માસ્ક પાસે છે. આ વર્ષે અત્યાર સુધીમાં ટેસ્લાના શેરમાં 14 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. ગઈ કાલે બુધવારે ટેસ્લાના શેરમાં 4 ટકાનો વધારો નોંધાયો છે.
ટેસ્લા ઉપરાંત મસ્કની AI સ્ટાર્ટઅપ xAI અને સ્પેસશીપ બનાવતી કંપની SpaceXના શેરમાં વધારાને કારણે તેમની નેટ વર્થમાં વધારો નોંધાયો છે.
અહેવાલ અનુસાર, જુલાઈ xAIનું વેલ્યુએશન $75 બિલિયનનું હતું. તાજેતરના અહેવાલ કંપની ફંડ રેઈઝ કરીને $200 બિલિયનના વેલ્યુએશન પર પહોંચી શકે છે. જુલાઈમાં સ્પેસએક્સ પણ ફંડ રેઈઝ માટેની યોજનાઓ પર ચર્ચા કરી રહી હતી.
અહેવાલ મુજબ, જો મસ્કની સંપત્તિ આ રીતે જ વધતી રહેશે, તો માર્ચ 2033 પહેલાં તેઓ વિશ્વના પ્રથમ ટ્રિલિયનર બની શકે છે.
આ પણ વાંચો…શું ટેસ્લા કાર પર હુમલા બાદ ડીઓજી વડાનું પદ છોડશે Elon Musk ? આપ્યા આ સંકેત