ઈલોન મસ્ક ટ્રમ્પ વહીવટીતંત્ર માંથી ખસી જશે! જાણો શું છે કારણ

વોશીંગ્ટન ડીસી: ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ઉદ્યોગપતિ ઈલોન મસ્ક(Elon Musk)ને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. મસ્કને ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફીશીયન્સી (DOGE)ના વડા બનવવામાં આવ્યા હતાં. અહેવાલ મુજબ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કેબિનેટના સભ્યો અને અન્ય નજીકના સહાયકોને જણાવ્યું છે કે ઈલોન મસ્ક ટૂંક સમયમાં DOGE વડા તરીકે રાજીનામું આપશે.
એક અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે તેનો મસ્કના કામથી ખુશ છે અને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (OGE) માં તેમના પ્રયાસોની પ્રશંસા કરે છે. પરંતુ બંનેએ હવે નિર્ણય લીધો છે કે મસ્ક ટૂંક સમયમાં DOGE ની જવાબદારી છોડી દેશે અને તેમના બિઝનેસમાં ધ્યાન આપશે. જોકે, મસ્ક ક્યારે કેબિનેટ છોડશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
આ પણ વાંચો: ચીન પર હુમલાની ફાઈલ હવે ઈલોન મસ્કના હાથમાં? પેન્ટાગોનની મુલાકાત પણ લેશે…
વ્હાઇટ હાઉસ અથવા એલોન મસ્ક, મસ્કની આગેવાની હેઠળના ટાસ્ક ફોર્સના પ્રતિનિધિઓએ હજુ સુધી આ અહેવાલો પર ટિપ્પણી કરી નથી.
મસ્કને યુએસના સરકારી ખર્ચમાં ઘટાડો કરવા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું, મસ્કે ઘણા સરકારી કર્મચારીઓની હકાલપટ્ટી કરી હતી. જેને કારણે તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
કેટલાક અન્ય અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પ વહીવટીતંત્રના કેટલાક સભ્યો ઈલોન મસ્કની કાર્યશૈલીથી અસંતુષ્ટ છે.
આ પણ વાંચો: ઈલોન મસ્કની કંપની X એ ભારત સરકાર સામે કોર્ટ કેસ દાખલ કર્યો, લગાવ્યા ગંભીર આરોપ…
ઈલોન મસ્કે ચૂંટણી પ્રચાર માટે લાખો ડોલર ખર્ચ્યા હોવા છતાં, વિસ્કોન્સિનના મતદારોએ રાજ્ય સુપ્રીમ કોર્ટમાં લિબરલ ન્યાયાધીશને ચૂંટ્યા હતાં. મીડિયા અનુસાર, સુસાન ક્રોફોર્ડ સોન્ડલીએ ટ્રમ્પ સમર્થિત બ્રેડ સ્કેમેલને 95 ટકાથી વધુ મતોથી હરાવ્યા.