મસ્કના દીકરાની મસ્તીઃ કોન્ફરન્સમાં મસ્તી કરતા એક્સનો Video Viral | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

મસ્કના દીકરાની મસ્તીઃ કોન્ફરન્સમાં મસ્તી કરતા એક્સનો Video Viral

વિશ્વના સૌથી પ્રખ્યાત અને સૌથી અમીર ઉદ્યોગપતિ અને ટેક મહારથી એલોન મસ્ક અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વ્હાઇટ હાઉસ ખાતે મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન મસ્કનો પુત્ર X Æ A-12 પણ તેમની સાથે હતો. (મસ્કના તેમની અલગ અલગ પત્નીઓથી 12 સંતાન છે.) આપણે તેમના પુત્રને X નામે જ ઓળખીશું. આ મુલાકાત દરમિયાન કંઈક એવું બન્યું કે જેથી બધાનું ધ્યાન આ મુલાકાત પર ગયું હતું.

મસ્કનો ચાર વર્ષનો દીકરો X એના પિતા સાથે વ્હાઇટ હાઉસમાં હાજર હતો. તેની મજાક મસ્તી પણ નિર્દોષ અને બાળ સહજ હતી. ક્યારેક તે પિતાની નકલ કરતો હતો તો ક્યારેક તે નાકમાં આંગળા નાખતો હતો. એની માટે ત્યાંના બધા સરખા હતા, પછી તે તેના પિતા મસ્ક હોય કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોય. જ્યારે તેણે ટ્રમ્પ સામે જોયું ત્યારે કહ્યું કે, ‘હું તમારું મોં બંધ કરાવવા માંગુ છું’ ટ્રમ્પે શરૂઆતમાં તો તેની વાતને અવગણી હતી પણ જ્યારે તેણે ફરી વખત એમ કહ્યું કે ‘તમે રાષ્ટ્રપતિ નથી તમારે ત્યાંથી જવું પડશે’ ત્યારે ટ્રમ્પ ગુસ્સે થઈ ગયા હતા. જોકે, આ બાળકની મનની નિર્દોષ ભાષા હતી. ટ્રમ્પ જલ્દીથી જ સ્વસ્થ થઈ ગયા અને પોતાની જાતને સંભાળી હતી અને નાનકડા એક્સની વાતને અવગણી હતી. જોકે, ટ્રમ્પની અસ્વસ્થતા, ગુસ્સો, મનના ભાવો – કેમેરામાં આ બધું જ કેદ થઈ ગયું હતું.

Also read: ભારત વિરોધી પ્રવૃત્તિઓ અંગેનો સવાલ ભારતીય પત્રકારે પૂછતાં ટ્રમ્પે આપ્યો આવો જવાબ

આ સમય દરમિયાન મસ્કે નવા વિભાગ ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)ની જાહેરાત કરી હતી અને સરકારી વિભાગોને છંટણી કરવા અને નવી ભરતી રોકવા માટે DOGEને સહકાર આપવા કહ્યું હતું.

ટ્રમ્પ અને મસ્કની લડાઇ પૂરી થઇ મસ્કે ટ્રમ્પ સાથે સમાધાન કર્યું હતું. 2021 ના જાન્યુઆરીમાં કેપિટલ હિલ ખાતે રમખાણો થયા ત્યારે મસ્કની સોશિયલ મીડિયા કંપની Xએ ટ્રમ્પના એકાઉન્ટ સામે કાર્યવાહી કરી હતી. મસ્કે ટ્રમ્પને દસ મિલિયન ડોલર ચૂકવીને તેમની સાથે સમાધાન કર્યું હતું.

મસ્કના તેમના પુત્ર X અને ટ્ર્મ્પ સાથેના સંબંધો પણ મીડિયામાં સમાચારોમાં રહે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીની રાત્રે પણ સાથે ટ્રમ્પના પરિવારના ફોટામાં તેમનો નાનો પુત્ર X જોવા મળ્યો હતો. તે ઘણો જ બુદ્ધિશાળી છે અને ઘણો સુંદર છે અને ટ્રમ્પે પણ તેના વખાણ કર્યા હતા.

સંબંધિત લેખો

Back to top button