મુજ વીતી તુજ વીતશે! ફેસબુક ઇનસ્ટા પર ટોણો મારનાર, એલન મસ્કની ફેક્ટરીમાં કામ ઠપ્પ
નવી દિલ્હી: પીપળ પાન ખરંતા, હસતી કૂંપળિયાં; મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં. આ કહેવાત ટેસ્લાના CEOને હાલ ખાસ લાગુ પડી રહી છે. ફેસબુક અને ઇન્સ્ટગ્રામના સર્વર ડાઉન થવા પર ટેસ્લાના CEO એલોન મસ્કે META ને બરાબર રીતે ટ્રોલ કર્યું હતું. તો હવે જર્મની સ્થિત ટેસ્લાની ફેક્ટરીમાં કામ ઠપ થઈ ગયું છે. એક હુમલાના કારણે કામ થઈ ઠપ થઈ ગાયનું કંપની જણાવે છે. કંપનીનો દાવો છે કે જર્મની સ્થિત તેની ફેક્ટરીમાં આગલગાવવાના ઇરાદાથી હુમલો કરવામાં આવ્યો છે અને ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરતી લાઇનને પણ ગંભીર નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સમાચાર સંસ્થાઓ દ્વારા જાણવા માલતિ વિગતો મુજબ, કંપનીના અધિકારીઓનું કહેવું છે કે અજાણ્યા હુમલાખોરોએ હાઈ-વોલ્ટેજ લાઈનોમાં આગ લગાવી દીધી, જેના કારણે કાર બનાવતી કંપનીની ફેક્ટરીનો પાવર સપ્લાય બંધ થઈ ગયો. આ ઘટના પછી જ ટેસ્લાએ ફેક્ટરીમાં ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો.
જણાવવામાં આવી રહ્યું છે કે આ આગના કારણે ટેસ્લા ફેક્ટરી તેમજ આસપાસના ગામોમાં વીજળી ડુલ થઈ ગઈ હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેસ્લા ફેક્ટરીના વિસ્તરણનો વિરોધ કરી રહેલા પર્યાવરણ કાર્યકર્તાઓએ હાલમાં જ પ્લાન્ટની નજીક એક કેમ્પ લગાવ્યો હતો. જો કે હાલમાં પોલીસે આ ઘટનામાં પર્યાવરણ કાર્યકરોની સંડોવણીનો ઈન્કાર કર્યો છે.
બ્રાન્ડેનબર્ગ રાજ્યના ગૃહ પ્રધાન માઈકલ સ્ટુબગેને કહ્યું કે જો આ ખરેખર પૂર્વઆયોજિત હુમલો છે, તો તે આપણા વીજળીના માળખા પર ખતરનાક હુમલો છે. હજારો લોકો મૂળભૂત પુરવઠાથી અગળા કરી નાખવામાં આવ્યા છે, તેમને જોખમમાં મૂક્યા છે. આવી તોડફોડ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ટેસ્લા કંપનીએ કહ્યું છે કે હાલમાં તે કહી શકતી નથી કે પ્રોડકશન ફરી ક્યારે શરૂ થઈ શકે છે.
આપને જણાવી દઈએ કે મંગળવારે રાત્રે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના સર્વર ડાઉનના કારણે એક કલાક સુધી તેની સેવા ખોરવાઈ ગઈ હતી. આ દરમ્યાન લોકો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સેસ કરી શકતા ન હતા. જેને લઈને ટેસ્લાના CEOએ ટોણો માર્યો હતો. તેણે કહ્યું હતું કે જો તમે આને સરખી રીતે વાંચી શકો છો તો સમજી લો કે અમારું સર્વર બરાબર કામ કરી રહ્યું છે.