ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

X પર સાયબર એટેક, ઈલોન મસ્ક પરેશાન; આ હેકર ગ્રુપે જવાબદારી સ્વીકારી…

મુંબઈ: જાણીતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X માટે સોમવારનો દિવસ ખૂબ જ મુશ્કેલીભર્યો રહ્યો. પ્લેટફોર્મ આખો દિવસ ડાઉન રહ્યું અને યુઝર્સને Xનો ઉપયોગ કરવામાં (X Down) તકલીફ પડી. આ દરમિયાન, X ના માલિક ઈલોન મસ્કે કહ્યું કે X પર મોટા પાયે સાયબર હુમલો થયો છે, જેનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. હેકર જૂથ ડાર્ક સ્ટોર્મ (Dark Storm) ટીમે ટેલિગ્રામ પરના આ સાયબર હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

Also read : અમેરિકામાં હિંદુ મંદિર પર હુમલા મુદ્દે હિન્દુ મહાસભાના પ્રમુખ સ્વામી ચક્રપાણીએ આપ્યું આ મોટું નિવેદન

ઈલોન મસ્કે કહ્યું છે કે X પર મોટો સાયબર હુમલો થયો હતો, જે હજુ પણ થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે અમારા પર દરરોજ હુમલો થાય છે, પરંતુ આ વાખતે ઘણા રિસોર્સિસ સાથે સાઈબર અટેક કરવામાં આવ્યો હતો. આ વખતે કાં તો કોઈ મોટા ગ્રુપનો હાથ છે અથવા તો કોઈ દેશની એજન્સીનું કામ છે. તેની તપાસ કરવામાં અવી રહી છે.

આ ગ્રુપે જવાબદારી સ્વીકારી:
ઈલોન મસ્કની પ્રતિક્રિયા બાદ, હેકર ગ્રુપ ડાર્ક સ્ટોર્મ (Dark Storm) ટીમે ટેલિગ્રામ પરના સાયબર હુમલાની જવાબદારી હતી. ગ્રુપે કહ્યું કે X ના સર્વરને ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ (DDoS) હુમલા દ્વારા ડાઉન કરવામાં આવ્યું હતું.

ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસ (DDoS) એટેક હેકિંગથી અલગ છે. DDoS એટેકમાં હેકર્સ વેબસાઇટ અથવા સર્વર પર એટલો બધો ફેક ટ્રાફિક મોકલે છે કે વેબસાઈટ કામ કરવાનું બંધ કરી દે છે અને વેબસાઇટનું સર્વર ડાઉન થઈ જાય છે. આ સાયબર હુમલામાં, ઘણા બધા કમ્પ્યુટર્સ અથવા બોટનેટનો ઉપયોગ કરવામાં આવે છે.

ભારતમાંથી 2200 રીપોર્ટસ મળ્યા:
Down detector વેબસાઇટ અનુસાર, X ડાઉન થવા સંબંધિત ફરિયાદો ગઈ કાલે ભારતીય સમય મુજબ બપોરે 3.30 વાગ્યે શરુ થઇ હતી, બીજી વખત X સાંજે 7.20 વાગ્યે ડાઉન થઇ ગયું. આ પછી, રાત્રે 9.30 વાગ્યાની આસપાસ X પર પોસ્ટ્સ ખૂબ મોડી દેખાઈ રહી હતી.

Also read : Us Tariff War વચ્ચે ચીને લંબાવ્યો ભારત તરફ હાથ, કહી આ વાત

Down detector અનુસાર ભારતીય યુઝર્સ તરફથી લગભગ 2,200 રિપોર્ટ્સ મળ્યા હતાં. યુએસથી 18 હજાર અને બ્રિટનના લગભગ 10 હજાર યુઝ્રસે X ડાઉન થવાની જાણ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button