ઇન્ટરનેશનલ

એલન મસ્કની મોટી જાહેરાત: આ દેશને આપશે ફ્રી ઇન્ટરનેટ સેવા

વોશિંગટન ડીસી: શનિવારની સવારે વૈશ્વિક રાજકારણમાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. અમેરિકાએ વેનેઝુએલા પર એર સ્ટ્રાઈક કરીને ત્યાંના રાષ્ટ્રપતિ તથા તેમની પત્નીને બંધક બનાવી દીધા છે. જોકે, દેશમાં હાલ કાર્યકારી રાષ્ટ્રપતિની નિમણૂક કરી દેવામાં આવી છે. દેશમાં પરિસ્થિતિ નાજુક છે. એવા સમયે એલન મસ્કે વેનેઝુએલાના સમર્થનમાં મોટી જાહેરાત કરી છે.

3 ફેબ્રુઆરી સુધી મળશે ફ્રી ઇન્ટરનેટ

એલન મસ્કે વેનેઝુએલાના નાગરિકોને પોતાનું સમર્થન આપ્યું છે. સાથોસાથ વેનેઝુએલામાં 3 ફેબ્રુઆરી સુધી ફ્રી ઇન્ટરનેટ સેવા આપવાની જાહેરાત કરી દીધી છે. એલન મસ્કેની કંપની સ્ટારલિંકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે, “સ્ટારલિંક વેનેઝુએલાના લોકોને 3 ફેબ્રુઆરી સુધી વિનામૂલ્યે બ્રોડબેંડ સેવા આપી રહી છે. જેનાથી સતત કનેક્ટિવિટી સુનિશ્ચિત થઈ શકશે.” આ પોસ્ટને શેર કરીને એલન મસ્કે લખ્યું છે કે, “વેનેઝુએલાના લોકોના સમર્થનમાં.”

અમેરિકાએ કેમ કર્યો વેનેઝુએલા પર હુમલો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ અનેકવાર વેનેઝુએલામાં ડ્રગ કાર્ટેલ અને ગેરકાયદે પ્રવાસન રોકવા માટે સીધી કાર્યવાહીની ધમકી આપી હતી. ઓક્ટોબરમાં ટ્રમ્પે CIA ને વેનેઝુએલામાં સ્પેશિયલ ઓપરેશન ચલાવવાની મંજૂરી પણ આપી હતી. આ પૃષ્ઠભૂમિમાં જોતા, આ વિસ્ફોટો અમેરિકા દ્વારા કરવામાં આવેલી કોઈ મોટી સૈન્ય કાર્યવાહી હોઈ શકે છે તેવી અટકળો વહેતી થઈ હતી. ડૉનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને આ અટકળોને સાચી પૂરવાર કરી દીધી છે.

વેનેઝુએલામાં કાર્યકારી રાષ્ટ્રપતિની નિમણૂક

વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવ્યા છે. 56 વર્ષીય ડેલ્સી રોડ્રિગ્ઝ વેનેઝુએલાના રાજકારણનું એક અત્યંત શક્તિશાળી નામ છે. તેઓ માદુરો સરકારમાં વિદેશ મંત્રી, સંચાર મંત્રી અને જૂન 2018થી ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા હતા. માદુરો તેમને પ્રેમથી “સિંહણ” કહીને સંબોધતા હતા. તેમણે તેલ મંત્રાલય અને નાણાં મંત્રાલય જેવી મહત્વની જવાબદારીઓ સંભાળી છે, જે વેનેઝુએલાના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાય છે.

આ પણ વાંચો…માદુરો તમામ મુદ્દે વાતચીત માટે તૈયાર હતાં, છતાં યુએસએ કર્યો હુમલો! ઈન્ટરવ્યુંમાં ખુલાસો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button