2026માં તોડી પાડવામાં આવશે પેરિસનું Eiffel Tower? સચ્ચાઈ જાણી ઉડી જશે હોંશ…

હેડિંગ વાંચીને તમને પણ એવું જશે કે ભાઈસાબ આવું તો કઈ રીતે શક્ય છે? ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલું એફિલ ટાવર પોતાનામાં જ એક અજાયબી છે, જેને જોવા માટે દેશ-વિદેશથી પર્યટકો આવે છે. હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં એક દાવા અનુસાર 2026માં આ એફિલ ટાવરને તોડી પાડવામાં આવશે. આ નિર્ણય લેવા પાછળના કારણોની વાત કરીએ તો એ માટે લીઝ પૂરી થઈ જવી, સંરચનામાં ખરાબી અને મેઈન્ટેનન્સમાં આવી રહેલાં ખર્ચનો સમાવેશ થાય છે. જોકે, આ દાવા સદંતર ખોટા છે. ચાલો તમને આખી ઈનસાઈડ સ્ટોરી જણાવીએ-
સૌથી પહેલાં તો તમને જણાવી દેવાનું કે 2026માં પેરિસમાં આવેલું એફિલ ટાવર તોડી પાડવામાં આવશે એવો દાવો સદંતર ખોટો છે અને એમાં કોઈ જ સચ્ચાઈ નથી. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ દાવાની શરૂઆત ક્યાંથી થઈ એની તો ચોક્કસ માહિતી નથી મળી રહી. પણ એવું કહેવાઈ રહ્યું છે કે પેરોડી કન્ટેન્ટ માટે જાણીતી એક વેબસાઈટ પર શેર કરવામાં આવેલા એક કટાક્ષ લેખમાં એફિલ ટાવર બંધ કરવાની વાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Eiffel Tower ના ટોપ પર છે આ સિક્રેટ રૂમ, બધાને નથી એન્ટ્રી, જાણો શું છે આ રૂમનું સિક્રેટ?
આ લેખમાં એક કાલ્પનિક પ્રવક્તાનું નિવેદન ટાંકતા જણાવવામાં આવ્યું છે કે અમારું પ્રદર્શન સારું રહ્યું છે. આ લાંબા સમયથી લોકપ્રિય રહ્યું છે.પણ હવે ત્યાં કોઈ નથી જતું એટલે અમે એને બંધ કરી રહ્યા છે. એવું લાગી રહ્યું છે ઈન્ટરનેટે આપણને બાંધી દીધા છે અને કોઈ ત્યાં ઉપર નથી જવા માંગતું. અમે ટાવરની ચારે બાજુ ડ્રોનની સંખ્યામાં વધારો જોયો છે, પણ એટલે જ અહીં આવનારાઓની સંખ્યા ખૂબ જ ઓછી છે.
આ લેખમાં તો ત્યાં સુધી દાવો કરવામાં આવ્યો છે કે ટાવર પર ખિસકોલીઓ અને કબૂતરોનો ત્રાસ જોવા મળે છે અને આ બધા જ કારણોસર 2026માં એફિલ ટાવરને તોડવાની શરૂઆત કરવામાં આવશે. જો તમારે પણ એફિલ ટાવરની મુલાકાત લેવી હોય તો તમારા માટે જ સમય છે.
આ પણ વાંચો: Viral Video: Eiffel Tower ની લિફ્ટમાં ગૂંજ્યું आजा सनम मधुर चांदनी में ગીત અને પછી જે થયું એ…
જોકે, તમારી જાણ માટે કે આ બધી હમ્બગ વાતો છે. આ દાવામાં કોઈ જ સચ્ચાઈ નથી. એફિલ ટાવર તોડી પાડવા અંગે કોઈ ઓફિશિયલ નિવેદન સામે આવ્યું નથી. ટાવરની દેખરેખ કરનારી સોસાયટી ડી એક્સપ્લોઈટેશન ડે લા ટૂર એફિલ અને ફ્રાન્સ હેરિટેજના અધિકારીઓએ પણ આવા કોઈ સંકેત આપ્યા નથી.
બીજી ઓક્ટોબરથી પેરિસનું આ એફિલ ટાવર પર્યટકો માટે બંધ કરવામાં આવ્યું છે અને એટલે ક અનેક લોકો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં દાવા સાથે સાંકળીને જોઈએ રહ્યા છે. વાત કરીએ ટાવર પર્યટકો માટે બંધ કરવામાં આવ્યું છે એના કારણ વિશે તો ટાવર ફ્રાંસીસી યુનિયનની દેશવ્યાપી હડતાળને કારણે બંધ કરવામાં આવ્યું છે અને 2023માં પણ આ ટાવર હડતાળને કારણે બંધ કરવામાં આવ્યું હતું.