જાણો.. Iran ના રાષ્ટ્રપતિ Ebrahim Raisiનું હેલિકોપ્ટર કેવી રીતે થયું હતું ક્રેશ ? કેમ સેવાઇ રહી છે ષડયંત્રની આશંકા
New Delhi: ઈરાનના (Iran)રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને(Ebrahim Raisi) અને વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયનનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર 19 મેની મોડી સાંજે ક્રેશ થયું હતું. તેઓ એક ડેમના ઉદ્ઘાટન માટે અઝરબૈજાન ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. આ હેલિકોપ્ટર ગીચ પર્વતીય વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું.
દુર્ઘટના ક્યારે અને કેવી રીતે થઇ ?
ઈરાનના સરકારી ટીવી અનુસાર, રાષ્ટ્રપતિ રાયસી અઝરબૈજાનમાં કિઝ ક્લાસી અને ખોદાફરીન ડેમના ઉદ્ઘાટન માટે ગયા હતા. ત્યાર બાદ તે તાબ્રિઝ શહેરમાં જઈ રહ્યા હતા. જે ત્યાંથી લગભગ 50 કિલોમીટર દૂર છે. આ દરમિયાન રસ્તામાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. અહેવાલ મુજબ જે જગ્યાએ અકસ્માત થયો તે પહાડી વિસ્તાર છે. ત્યાં ઘણું ગાઢ ધુમ્મસ હતું. વિઝિબિલિટી પણ 5 મીટરથી વધુ ન હતી.
શું તે કોઈનું ષડયંત્ર છે?
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના કાફલામાં કુલ 3 હેલિકોપ્ટર હતા. બે હેલિકોપ્ટર સુરક્ષિત રીતે પહોંચી ગયા, પરંતુ રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ થયું. ઈરાનના એક વર્ગને આની પાછળ ષડયંત્ર હોવાની શંકા છે. સોશિયલ મીડિયા પર પણ આ અંગે ચર્ચા ચાલી રહી છે. અમેરિકી સેનેટર ચક શૂમરે એક નિવેદનમાં કહ્યું છે કે તેમણે ગુપ્તચર એજન્સીઓ સાથે વાતચીત કરી છે. હજુ સુધી કોઈ ષડયંત્રની શંકા કે તેના કોઈ પુરાવા મળ્યા નથી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ કહ્યું છે કે તે આ ઘટના પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
30 મિનિટ પછી સંપર્ક તૂટયો હતો
રાષ્ટ્રપતિ રાયસી અને અઝરબૈજાની રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે તેમની સહિયારી સરહદ પર ક્વિઝ કલાસી ડેમનું ઉદ્ઘાટન કર્યું હતું. તેની બાદ રાષ્ટ્રપતિ રાયસી, ,વિદેશ પ્રધાન હોસૈન અમીર-અબ્દોલ્લાહિયન અને અન્ય અધિકારીઓને લઈ જતું હેલિકોપ્ટર ઈરાનના શહેર તાબ્રિઝની નજીક પહોંચ્યું હતું. જેનો 30 મિનિટ પછી સંપર્ક તૂટી ગયો.
Also Read –