ઇન્ડોનેશિયા અને રશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા, જાણો તીવ્રતા...
Top Newsઇન્ટરનેશનલ

ઇન્ડોનેશિયા અને રશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા, જાણો તીવ્રતા…

નવી દિલ્હી : ઇન્ડોનેશિયાના મધ્ય પાપુઆ પ્રાંત અને રશિયાના કામચાટકામાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપ અનુભવાયો છે. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેના જણાવ્યા અનુસાર પાપુઆ પ્રાંતમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ નાબીરે શહેરથી 28 કિલોમીટર દુર દક્ષિણમાં સ્થિત હતું.

ઇન્ડોનેશિયાનો મોટાભાગનો ભાગ ટાપુઓથી બનેલો છે અને દરિયાથી ઘેરાયેલો છે. જ્યારે દરિયાની અંદર ભૂકંપ આવે છે. ત્યારે તે સુનામીનું કારણ બની શકે છે. વર્ષ 2004 માં હિંદ મહાસાગરમાં આવેલી સુનામી ઇન્ડોનેશિયાના આચે પ્રાંતમાં લાખો લોકો માર્યા ગયા હતા.

રશિયાના કામચાટકા 7.8ની તીવ્રતાનો ભૂકંપ
રશિયાના કામચાટકામાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 હતી. જેમાં ભૂકંપની કેન્દ્રબિંદુ જમીનના 10 કિલોમીટર નીચે હતું. ભૂકંપના લીધે સુનામીની ચેતવણી આપવામાં આવી છે.

આ પૂર્વે ગત શનિવારે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કામચાટકાના ગર્વનરે પણ ભૂકંપની ચેતવણી આપી હતી. ભૂકંપના લીધે જાનહાનિના કોઈ સમાચાર નથી. તેમજ પ્રશાંત મહાસાગરમાં સુનામીની ચેતવણી આપવામાં આવી છે. જયારે બચાવકર્મીઓને તૈયાર રહેવા આદેશ આપવામાં આવ્યા છે.

સુનામીની ચેતવણી જાહેર
જોકે, ઇન્ડોનેશિયાના મધ્ય પાપુઆ પ્રાંત અને રશિયાના કામચાટકામાં આવેલા ભૂકંપના શકિતશાળી આંચકામાં કોઈ જાનહાનિની માહિતી નથી. પરંતુ ભૂકંપ બાદ બંને સ્થળોએ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો…ભૂકંપથી ડર્યા વિના હોસ્પિટલમાં નર્સે નવજાત બાળકોની પડખે રહી, જુઓ વીડિયો

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button