ઇન્ટરનેશનલ

જાપાન ફરી ધણધણ્યુંઃ 7.2 રિક્ટર સ્કેલનો ભૂકંપ, સુનામીની શક્યતા

ટોકિયોઃ વિશ્વમાં ઠેર ઠેર અશાંતિ, અરાજકતા અને કુદરતી આફતોનો કાળો કેર વર્તાઈ રહ્યો છે. ખૂબ ભયંકર ભૂકંપની માર સહન કરી બેઠો થયેલો નાનો દેશ જાપાન ફરી ધરાના ધણીધણી ઉઠવાથી ગભરાયો છે. ગુરુવારે જાપાનમાં જોરદાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠ્યું હતું. જાપાનમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ જાપાનના મિયાઝાકીમાં હતું. અધિકારીઓએ સુનામીની ચેતવણી પણ જારી કરી છે. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ગભરાઈ ગયા ને બહાર દોડતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : પૅરિસ ઑલિમ્પિક્સમાં વિનેશ ફોગાટ સામે હારેલી જાપાનની કુસ્તીબાજ કોણ છે?

જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા 7.1 હતી અને તેનું કેન્દ્ર જાપાનના દક્ષિણ મુખ્ય ટાપુ ક્યુશુના પૂર્વ કિનારે લગભગ 30 કિલોમીટર (18.6 માઇલ)ની ઊંડાઈએ હતું. એજન્સીએ સુનામીની ચેતવણી જારી કરી છે. તેણે ક્યુશુના દક્ષિણ કિનારે અને નજીકના શિકોકુ ટાપુ પર 1 મીટર (3.3 ફૂટ) સુધીના મોજાની આગાહી કરી હતી.
ક્યુશુ અને શિકોકુમાં પરમાણુ પ્લાન્ટના સંચાલકોએ કહ્યું કે તેઓ તપાસ કરી રહ્યા છે કે શું તેમને કોઈ નુકસાન થયું છે. જાપાનના NHK પબ્લિક ટેલિવિઝનએ જણાવ્યું હતું કે ભૂકંપના કેન્દ્રની નજીક આવેલા મિયાઝાકી એરપોર્ટ પર બારીઓ તૂટ્યા હોવાના અહેવાલ છે. અગાઉ જાન્યુઆરી મહિનામાં જાપાનના ઉત્તર-મધ્ય ક્ષેત્રમાં નોટોમાં આવેલા ભૂકંપમાં 240થી વધુ લોકોના મોત થયા હતા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button