ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ગ્રીસમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા

એથેન્સઃ મંગળવારે ગ્રીસના ડોડેકેનીઝ વિસ્તારમાં 6.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. તુર્કીયે સુધી તેના આંચકા અનુભવાયા હતા. ઈએમએસીસીના જણાવ્યા મુજબ, ભૂકંપનું કેન્દ્ર બિંદુ 68 કિમી ઊંડાઈ પર નોંધાયું હતું. તુર્કીયે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ, મંગળવારે સવારે મારમારિસ શહેરમાં 5.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આંચકાનો અનુભવ થતાં જ લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા, કેટલાક લોકોએ જીવ બચાવવા બાલકનીમાંથી છલાંગ લગાવી હતી.

મંગળવારે સવારે 2.17 કલાકે ભૂકંપ આવ્યો હતો અને ગ્રીક દ્વીપ રોડ્સ સહિત આસપાસના વિસ્તારમાં પણ તેના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના તીવ્ર આંચકાથી લોકો ઘરની બહાર ભાગતા જોવા મળ્યા હતા. તુર્કીયેના મારમારિસ શહેરમાં ભૂકંપ વખતે લોોક ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. આ ઘટનામાં ઓછામાં ઓછા 7 લોકો ઘાયલ થયા હતા.

2003માં 53 હજારથી વધુ લોકોના મૃત્યુ

તુર્કીયે ભૂકંપની મુખ્ય ફોલ્ટ લાઈન પર સ્થિત છે અને અહીંયા અવારનવાર ભૂકંપ આવતા રહે છે. 2003માં 7.8ની તીવ્રતાના ભૂકંપથી તુર્કીયેમાં 53 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા હતા.

ભૂકંપ મામલે વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ધરતી નીચે ભૂકંપ પેદા કરતી ટેક્ટોનિક પ્લેટ કેટલી ખસે છે? અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પ્લેટોમાં દર વર્ષે હલનચલન થાય છે. તે એક વર્ષમાં 11 મીમીથી 18 મીમી ખસે છે. ષ્ણાતો કહે છે કે દર વર્ષે 18 મીમી સુધી એક પ્લેટ ખસે છે. જેના કારણે અનેક ઘણી બધી ઉર્જા સંગ્રહિત થાય છે, ઊર્જા ભૂકંપના તરંગોના સ્વરૂપમાં મુક્ત થઈ શકે છે અને મોટો ભૂકંપ આવે છે.

આ પણ વાંચો….જાપાનના હોકાઈડોમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ: સુનામીનો ખતરો ટળ્યો, આફ્ટરશોક્સની હારમાળા!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button