ઇન્ટરનેશનલનેશનલ

તાઈવાન પછી ન્યૂ યોર્કમાં આવ્યો ભૂકંપ

ન્યૂયોર્કઃ અમેરિકી જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે આજે પૂર્વોત્તર ન્યૂયોર્કના કેટલાક વિસ્તારોમાં ધરતીકંપના પગલે ધરા ધ્રુજી હતી. પ્રાથમિક રીતે આની તીવ્રતા રીએક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી છે. ભૂકંપના કારણે ન્યૂયોર્કની ઘણી ઈમારતો ધ્રુજવા લાગી હતી. ભૂકંપના આંચકાના કારણે મોટી સંખ્યામાં લોકો ઘરોની બાહર નિકળી ગયા હતા. ફિલાડેલ્ફિયાથી ન્યૂયોર્ક સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના સમાચાર મળ્યા છે.

ન્યૂયોર્ક પોલીસ વિભાગે જણાવ્યું હતું કે કોઈના ઈજાગ્રસ્ત કે જાનહાની થવાના હાલ કોઈ સમાચાર મળ્યા નથી. ન્યૂયોર્ક સિટી ફાયર બ્રિગેડ વિભાગે જણાવ્યું હતું કે ભૂકંપ સવારે અંદાજે 10.30 વાગે આવ્યો હતો. વિભાગને ઈમારતોના ધ્રુજવાના સમાચાર મળ્યા હતા. વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે દરેક કોલનો જવાબ આપી રહ્યા છે અને સરચનાત્મક સ્થિરતાનું મુલ્યાંકન કરી રહ્યા છીએ. આ સમયે કોઈ મોટી ઘટના સર્જાય નથી.

યૂએસજીએસના પ્રારંભિક ડેટાના સંકેતો અનુસાર હળવા આંચકાના પગલે કોઈપણ પ્રકારના નુકશાનની સંભાવના નહીવત છે. શરૂઆતમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવવાના સંકેત મળ્યા હતા. પણ બાદમાં 4.7 હોવાની નોંધ કરવામાં આવી હતી. વધુ ડેટા મળ્યા બાદ આમા હજુ ફેરબદલ થઈ શકે છે. ન્યૂયોર્કના એક વિસ્તારમાં આંચકા રોકાવા બાદ થોડીક જ મિનિટમાં રહેવાસીઓ ઘરોથી બાહર સડકો પર ભાગી આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button