ઇન્ટરનેશનલ

આ દેશ બનાવશે વિશ્વનું પહેલું સોનાનું શહેર, 1000થી વધુ સોનાની દુકાનો હશે

દુબઈ: દુબઈ દિવસેને દિવસે નવી જાહેરાતો કરી રહ્યું છે, જેના કારણે વિશ્વભરના લોકો દુબઈ તરફ આકર્ષાઈ રહ્યાં છે. હવે સમાચાર એવા મળ્યાં છે કે, દુબઈ એક સોનાનું શહેર બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. આ શહેરમાં 1000થી વધુ સોનાની દુકાનો, જ્વેલરી બજારો અને સોના સંબંધિત ઉદ્યોગોનો વિશાળ સંકુલ હશે. આ મેગા પ્રોજેક્ટ દુબઈના સોના વેપારને નવી ઊંચાઈ આપશે અને વૈશ્વિક પર્યટકોને આકર્ષશે. આ શહેરમાં સોનાના ઉત્પાદન, વેચાણ, ડિઝાઇનિંગ અને ટેકનોલોજીના કેન્દ્રો પણ સામેલ થશે, જે સોનાના વેપારને આધુનિક અને સ્માર્ટ બનાવશે.

શું છે દુબઈનો મિશન ગોલ્ડ સિટી પ્રોજેક્ટ?

આ પ્રોજેક્ટ દુબઈના જૂના અને પ્રખ્યાત ડેરા વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે, જે પહેલાથી જ તેના ગોલ્ડ સોક માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. આ શહેર 250 હેક્ટર જમીન પર ફેલાશે, જેમાં વિશ્વનું સૌથી મોટું સોનાનું મોલ, લક્ઝરી હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને રહેણાંક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. યુએઈ સરકાર અને પ્રાઇવેટ ડેવલપર્સના સંયુક્ત પ્રયાસથી આ શહેર 2030 સુધીમાં તૈયાર થવાની યોજના છે.

આ પણ વાંચો : કાંકરિયા કાર્નિવલમાં દુબઈ જેવો જલસો: ડ્રોન શો અને પાયરો શો આકર્ષણનું કેન્દ્ર બનશે.

ઇથ્રા દુબઈએ સત્તાવાર આ પ્રોજેક્ટની જાહેરાત કરી

એેક્સ પર પોસ્ટ કરીને સત્તાવાર વિગતો શેર કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું કે, ઇથ્રા દુબઈએ સત્તાવાર રીતે દુબઈ ગોલ્ડ ડિસ્ટ્રિક્ટ શરૂ કર્યું છે. જેનો એક હેતુ સોના અને ઝવેરાતના વેપાર માટે વિશ્વના અગ્રણી હબ તરીકે દુબઈની સ્થિતિને મજબૂત બનાવવાનો છે. એક મજબૂત ઇકોસિસ્ટમ તરીકે વિકસિત આ ડિસ્ટ્રિક્ટ 1,000 થી વધુ રિટેલર્સ ધરાવે છે અને રિટેલ, બુલિયન, જથ્થાબંધ વેપાર અને રોકાણને આવરી લેતા સંપૂર્ણ સોના અને ઝવેરાત જેવા એકમોને એક જગ્યાએ લાવવામાં આવશે.

આ પ્રોજેક્ટ દુબઈને વિશ્વનું સૌથી મોટું સોનાનું હબ બનાવશે

આ શહેરનું નિર્માણ થા બાદ વર્ષે લાખો પર્યટકો આ શહેરની મુલાકાત લેશે, જે દુબઈને વિશ્વનું સોનાનું હબ બનાવશે. ભારત જેવા સોના પ્રેમી દેશોમાંથી પણ મોટી ગણતરીમાં ગ્રાહકો આવશે. આ પ્રોજેક્ટથી સોનાના આયાત-નિકાસ પર પણ નોંધપાત્ર અસર પડશે, જે વૈશ્વિક સોના બજારને નવી દિશા આપશે. તેનો અર્થ એ થયો કે, જેની હજી વિશ્વના કોઈ પણ દેશે કલ્પના પણ કરી નથી, તેને હવે દુબઈ હકીકત કરવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ થતી દુબઈ સોનાના વૈશ્વિક બજારમાં પોતાનું સ્વામીત્વ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button