અમેરિકાના ટેક્સાસમાં ગોળીબારમાં વાહનચાલકનું મોત…
કિલીનઃ અમેરિકાના ટેક્સાસમાં ભાગી રહેલા એક પીકઅપ વાહન ચાલકે એક વ્યસ્ત શોપિંગ મોલમાં ઘૂસીને લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા. આ શંકાસ્પદને કાયદા અમલીકરણ અધિકારીઓ દ્વારા ગોળી ધરબી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ પહેલા વાહન ચાલકે મોલમાં પાંચ લોકોને ઘાયલ કર્યા હતા. આ માહિતી અધિકારીઓએ આપી હતી.
આ પણ વાંચો : Brazil માં ગમખ્વાર માર્ગ અકસ્માત, 38 લોકોના મોત 13 ઘાયલ
ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના સાર્જન્ટ બ્રાયન વાશ્કોના જણાવ્યા અનુસાર ઘાયલોમાંથી ચારને કિલીન મોલમાંથી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યારે પાંચમો વ્યક્તિ જાતે ચાલ્યો ગયો હતો. ઘાયલોની વય 65થી 75 વર્ષ વચ્ચેની હતી. તેમની સ્થિતિ અંગે તાત્કાલિક કોઇ માહિતી પ્રાપ્ત નથી.
કિલીન પોલીસ વિભાગના ઓફેલિયા મિરામોન્ટેઝના જણાવ્યા મુજબ આ ઘટનાની શરૂઆત બેલ્ટનમાં કાળા રંગના એક પીકઅપ વાહનમાં આડેધડ ડ્રાઇવિંગ કરી રહેલા ડ્રાઇવર અંગેના કોલ સાથે થઇ હતી. તેણે કહ્યું કે આંતરરાજ્ય ૧૪ પર સાંજે ૫ વાગ્યાની આસપાસ વાહનનો પીછો કરવાનું શરૂ થયું હતું.
આ પણ વાંચો : Bangladesh માં હિંદુઓ પરના હુમલાને યુનુસ સરકારે રાજકીય હિંસા ગણાવી, કહી આ વાત
ચાલકે વાહન રોક્યું અને મોલના પાર્કિંગમાં ઘૂસી ગયો ડિપાર્ટમેન્ટલ સ્ટોર સાથે અથડાયો છતાં વાહન ચલાવતો રહ્યો હતો. તેમણે કહ્યું હતું કે મોલમાં સ્થાનિક કાયદા અમલીકરણ-એક કાર્યકારી સુરક્ષા અને અન્ય બે ફરજ પર હાજર હતા. તેમણે શંકાસ્પદ પર ગોળીબાર કર્યો હતો. વાશ્કો પાસે શંકાસ્પદની ઓળખ વિશે કોઇ માહિતી ન હતી.