Top Newsઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને ફરી ‘મિત્ર’ ગણાવ્યા, ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેવાની કરી જાહેરાત

વોશિંગટન ડીસી: અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લઈને અવારનવાર ટિપ્પણી કરતા રહે છે. હવે તેમણે ફરી એકવાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. સાથોસાથ એક મોટી જાહેરાત પણ કરી છે. જેનાથી ભારત અને અમેરિકાના સંબંધો વધુ મજબૂત બનશે તેવું નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે. આવો જાણીએ ડૉનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું છે.

વડા પ્રધાન મોદી એક મહાન માણસ છે

આંતરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે મીડિયાને સંબોધન કર્યું હતું. ટ્રમ્પે મીડિયાને સંબોધતા કહ્યું જણાવ્યું કે, “તેઓ (પીએમ મોદી) મારા મિત્ર છે, અને અમે વાત કરીએ છીએ, અને તેઓ ઇચ્છે છે કે હું ત્યાં જાઉં… હું જઈશ… વડાપ્રધાન મોદી એક મહાન માણસ છે, અને હું જઈશ.” આગામી વર્ષે ભારતની મુલાકાત લેવાની તેમની યોજના અંગે પૂછવામાં આવતા, ટ્રમ્પે કહ્યું, “એવું થઈ શકે છે, હા.”

આમ, ટ્રમ્પે જાહેરાત કરી છે કે તે ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે. અગાઉ ડૉનાલ્ડ ટ્રમ્પે 2020માં પોતાના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી.

ભારત-પાકિસ્તાનના યુદ્ધવિરામનો કર્યો ઉલ્લેખ

ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો અને અમેરિકાએ ભારતીય માલ પર 25 ટકા ટેરિફ તેમજ રશિયન તેલની ખરીદી પર 25 ટકા વધારાનો ટેરિફ લાદવાના મુદ્દા પર ટ્રમ્પે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, “તેઓ (ભારત) સારું કરી રહ્યા છે; તેમણે મોટાભાગે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે.”

ઉલ્લેખનીય છે કે, મીડિયાને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને અટકાવવાનો શ્રેય પોતે લીધો હતો. ટ્રમ્પે દાવો કર્યો કે “ભારત અને પાકિસ્તાન બે પરમાણુ રાષ્ટ્રો છે. 24 કલાકની અંદર, મેં યુદ્ધનો ઉકેલ લાવી દીધો. જો મારી પાસે ટેરિફ ન હોત, તો હું યુદ્ધનો ઉકેલ લાવી શક્યો ન હોત.” જોકે, આ પૂર્વે ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાનના પોલીસ મહાનિર્દેશક (DGMO) દ્વારા યુદ્ધવિરામની અપીલ કર્યા બાદ જ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો…ટ્રમ્પનો વધુ એક ચોંકાવનારો નિર્ણયઃ જી-20 સમિટમાં નહીં થાય સામેલ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button