ઇન્ટરનેશનલ

ટ્રમ્પ-ઝેલેન્સકીનો સિક્રેટ પ્લાન: રશિયા પર હુમલાની તૈયારી?

વોશિંગટન ડીસી: ગયા મહિને ઈરાન અને ઇઝરાયલ વચ્ચે અમેરિકાએ યુદ્ધવિરામ કરાવ્યો હોવાનો ડોનાલ્ડ ટ્રમ્પે શ્રેય લેવાનો પ્રયાસ કર્યો હતો. આ યુદ્ધ થોડા દિવસોમાં સમેટાઈ ગયું હતું, પરંતુ હવે રશિયા અને યુક્રેન વચ્ચે અમેરિકાની એન્ટ્રી થાય તો નવાઈ નહીં. છેલ્લા 3 વર્ષ કરતાંય વધુ સમયથી મોસ્કો-કિવ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, જે રોકાવવાનું નામ લેતું નથી ત્યારે તેમાં નવો ટવિસ્ટ આવ્યો છે હવે ડોનાલ્ડ ટ્રમ્પ ઝેલેન્સ્કીને હાથો બનાવીને આ યુદ્ધ(રશિયા અને યુક્રેનના યુદ્ધને)ને વધુ વકરાવી શકે છે. અમેરિકાએ ખુલ્લેઆમ યુક્રેનને રશિયા સામેના યુદ્ધમાં મદદ કરવાની જાહેરાત કરી છે અને આ અંગે ટ્રમ્પ અને ઝેલેન્સકીએ વાતચીત કરી હોવાનું કહેવાય છે.

અમેરિકાએ યુક્રેનને આપી પ્રેરણા
આંતરરાષ્ટ્રીય મીડિયાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોથી જુલાઈના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં યુક્રેન અને અમેરિકાએ રશિયા સામે લડવાની રણનીતિ તૈયાર કરી છે. ટ્રમ્પે યુક્રેનને રશિયાની અંદર પ્રવેશીને હુમલો કરવા માટે પ્રેરણા અને સમર્થન આપ્યું છે.

ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે શું વાતચીત થઈ?
વાતચીતમાં ટ્રમ્પે ઝેલેન્સ્કીને પૂછ્યું હતું કે, “શું તમે મોક્સો અને સેન્ટ પીટર્સબર્ગ પર હુમલો કરી શકો છો?” ટ્રમ્પના આ પ્રશ્નના જવાબમાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, “જો અમને હથિયાર આપો, તો જરૂર મોસ્કો અને સેન્ટ પિટર્સબર્ગ પર હુમલો કરી શકીએ છીએ.” મોસ્કો રશિયાની રાજધાની છે. ડૉનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે, મોસ્કો પર હુમલો કરીને રશિયાને દબાણમાં લાવીને યુદ્ધવિરામ માટે વાતચીત કરવા માટે મજબૂર શકાશે.

ડૉનાલ્ડ ટ્રમ્પે રશિયાને આપી ધમકી
14 જુલાઈના રોજ અમેરિકાએ યુક્રેનને નવા હથિયારો આપવાની જાહેરાત કરી છે. પરંતુ અમેરિકા યુક્રેનને લાંબા અંતર સુધી હુમલો કરી શકે એવા હથિયારો આપશે નહીં. સાથોસાથ અમેરિકાએ રશિયાને ધમકી આપી છે કે, જો 50 દિવસની અંદર રશિયાએ શાંતિ કરાર માટે તૈયાર ન થયું તો રશિયાની નિકાસના ખરીદદારો પર પ્રતિબંધ લાદશે.

યુદ્ધને મોસ્કો સુધી લઈ જવાનો ઉદ્દેશ
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ અને ઝેલેન્સકીની વાતચીત યુક્રેનના પશ્ચિમી દેશોમાં વધતી જતી ભાવનાને પ્રતિબિંબિત કરે છે. જે રશિયા પર આક્રમક હુમલાની તરફેણ કરી રહી છે. બંને દેશના સર્વોચ્ચ નેતાઓ યુદ્ધને મોસ્કો સુધી લઈ જવા માંગે છે. અમેરિકન નીતિ નિર્ધારકોમાં પણ આ ભાવના ધીમે ધીમે મજબૂત થઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button