Viral Video: OMG, Donald Trump-Melaniaની કિસ વચ્ચે આ કોણ આવ્યું? | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

Viral Video: OMG, Donald Trump-Melaniaની કિસ વચ્ચે આ કોણ આવ્યું?

સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trupm)એ અમેરિકાના 47મા રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લીધા. આ શપથવિધિ સમારોહમાં દેશ-વિદેશથી મહેમાનો હાજર રહ્યા હતા. પરંતુ આ ગ્રાન્ડ ઈવેન્ટ વખતે જ કંઈક એવું થયું હતું કે જેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. વાત જાણે એમ છે કે જ્યારે ટ્રમ્પે પદભાર સંભાળવાની દિશામાં આગળ વધતાં પહેલાં પત્ની મેલાનિયાને કિસ કરવા આગળ વધ્યા પણ પરંતુ બરાબર એ જ દરમિયાન આ બેની વચ્ચે કોઈ ત્રીજું આવી ગયું. ચાલો જોઈએ કોણ છે પતિ-પત્ની વચ્ચે આવી ગયેલું ત્રીજું…

ડોનાલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણ સમારોહમાં તેમનો આખો પરિવાર સામેલ થયો હતો. પત્ની મેલાનિયા અને સંતાનો ઈવાંકા, ડોનાલ્ડ, જુનિયર, એરિક, બેરન, ટિફની પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ જ દરમિયાન એવું થયું કે ડોનાલ્ડ ટ્રમ્પ મેલાનિયા પાસે પહોંચ્યા અને બંનેએ એકબીજાને કિસ કરવા માટે ચહેરો આગળ વધાર્યો પરંતુ મેલાનિયાએ પહેરેલી મોટી હેટ વિલન બની ડોનાલ્ડ ટ્રમ્પની આ કિસ પૂરી ના થઈ શકી. કેપિટલ રોટુંડામાં થયેલી આ અજીબોગરીબ ઘટના બાદ ટ્રમ્પ આગળ વધી ગઈ અને મેલાનિયા પણ હસી પડી હતી.

સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયાના એર કિસ પર જાત-જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે મને લાગે છે કે મેલાનિયાએ જાણી જોઈને મોટી હેટ પહેરી હતી, જેથી ટ્રમ્પ કિસ ના કરી શકે. તે એકદમ શાનદાર મહિલા છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે ટ્રમ્પે મેલાનિયાની કિસ કરવાના પ્રયાસમાં ટોપી આડી આવી ગઈ, કોઈએ આટલી મોટી ટોપી ના પહેરવી જોઈએ. બીજા એક યુઝરે લખ્યું હતું કે ટ્રમ્પ ટોપીને કારણે મેલાનિયાને કિસ ના કરી શક્યા પણ તેમણે એર કિસ કરી જ દીધી.

જોકે, આ પહેલી વખત નથી કે ડોનાલ્ડ અને મેલાનિયા વચ્ચે આવી કોઈ ઘટના બની હોય. આ પહેલાં પણ નવેમ્બર મહિનામાં જ્યારે ફ્લોરિડામાં ટ્રમ્પ પોતાની જિત બાદ ભાષણ આપી રહ્યા હતા એ સમયે પણ આવું જ કંઈક થયું હતું. ટ્રમ્પે મેલાનિયાને કિસ કરી પણ પત્ની કોઈ પ્રતિક્રિયા આપી શકી નહીં. ત્યાર ટ્રમ્પે તેને ગળે લગાવી હતી અને મેલાનિયા પણ હસી પડી હતી.

આ પણ વાંચો : રાષ્ટ્રપતિની શપથ લેતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કરી ચોંકાવનારી જાહેરાતો

અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે 47મા રાષ્ટ્રપ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો છે. ટ્રમ્પનો આ બીજો કાર્યકાળ છે. કડકડતી ઠંડીને કારણે 40 વર્ષમાં પહેલી વખત અમેરિકામાં શપથ ગ્રહણ સમારોહ કેપિટલ રોટુંડા ખાતે યોજાયો હતો. આ સમયે ટ્રમ્પે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનની બાઈબલ પર હાથ રાખીને શપથ લીધા હતા.

સંબંધિત લેખો

Back to top button