ઇન્ટરનેશનલ

Donald Trump એ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા

નવી દિલ્હી : અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે( Donald Trump)એ શપથ લીધા હતા. તેમણે ભારતીય સમય મુજબ રાત્રે 10.30 વાગ્યે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.અનેક દાયકાઓમાં પ્રથમ વાર રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ ખુલ્લામાં નહીં પરંતુ યુએસ સંસદની અંદર યોજાયો હતો. અમેરિકામાં ભારે ઠંડીને કારણે શપથ ગ્રહણ સમારોહ સંસદની અંદર આયોજિત કરવામાં આવ્યો હતો.

મેલાનિયા ટ્રમ્પ કોટ અને સ્કર્ટમાં જોવા મળી

જ્યારે પતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં મેલાનિયા ટ્રમ્પ ન્યૂ યોર્કના એક ડિઝાઇનર દ્વારા બનાવેલા કોટ અને સ્કર્ટમાં જોવા મળી હતી. મેલાનિયાએ પાવડર બ્લુ ડ્રેસ અને રાલ્ફ લોરેન દ્વારા ડિઝાઇન કરાયેલ મેચિંગ બોલેરો જેકેટ પહેર્યું હતું.

Also read: US Elections 2024: ડોનાલ્ડ ટ્રમ્પ પર લાગ્યો છેડતીનો આરોપ, મૉડલે કહ્યું- મને પકડીને…..

રશિયાના રાષ્ટ્રપતિએ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

જયારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણના કલાકો પહેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા અને કહ્યું કે તેઓ યુક્રેન અને પરમાણુ શસ્ત્રો પર નવા યુએસ વહીવટીતંત્ર સાથે વાટાઘાટો કરવા તૈયાર છે. પુતિને રશિયન સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન આ ટિપ્પણી કરી હતી.

ચાર વર્ષના અંતરાલ બાદ વ્હાઇટ હાઉસમાં વાપસી

અમેરિકાની રાજનીતિમાં વ્હાઇટ હાઉસ છોડ્યાના ચાર વર્ષ બાદ વ્હાઇટ હાઉસમાં પરત ફરવું અશક્ય માનવામાં આવે છે,પણ ટ્રમ્પે આ અશક્યને શક્ય કરી બતાવ્યું છે. ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાજસિંહાસને બિરાજયા છે અને એક ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના રેકોર્ડની બરાબરી કરી રહ્યા છે.

ગ્રોવર ક્લેવલેન્ડ પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ હતા જેમણે 131 વર્ષ પહેલા આવો રેકોર્ડ બનાવ્યો હતો. તેઓ 1885થી 1889 અને ચાર વર્ષના ગાળા બાદ ફરીથી 1893થી 1897 એમ બે વાર અમેરિકાનું રાષ્ટ્રપતિપદ સંભાળ્યું હતું. ગ્રોવર ક્લેવલેન્ડ બાદ ટ્રમ્પ હવે બીજા અમેરિકન પ્રમુખ બન્યા છે. જે ચાર વર્ષના અંતરાલ બાદ વ્હાઇટ હાઉસમાં વાપસી કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button