ઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત: યુએસ વેનેઝુએલા પાસેથી આટલા મિલિયન બેરલ ઓઈલ ખરીદશે…

વોશિંગ્ટન ડી સી: વેનેઝુએલામાં શાસન અંગે અનિશ્ચિતતા વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે વેનેઝુએલાની વચગાળાની સરકાર અમેરિકાને બજાર ભાવે 30 મિલિયન થી 50 મિલિયન બેરલ હાઈ ક્વોલીટી ઓઈલ વેચાવા તૈયાર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ટ્રમ્પે આ બાબતની જાણ કરી છે.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પરની પોસ્ટમાં લખ્યું, “મેં ઉર્જા સચિવ ક્રિસ રાઈટને આ યોજના પર તાત્કાલિક અમલ કરવા કહ્યું છે, સ્ટોરેજ જહાજો દ્વારા ઓઈલ લાવવામાં આવશે, વેનેઝુએલાથી સીધા યુનાઇટેડ સ્ટેટ્સમાં અનલોડિંગ ડોક પર ઓઈલ લાવવામાં આવશે.”

ટ્રમ્પે અમ પણ કહ્યું કે રાષ્ટ્રપતિ તરીકે તે નાણાં પર નિયંત્રણ રાખશે, પરંતુ તેનો ઉપયોગ વેનેઝુએલા અને યુનાઇટેડ સ્ટેટ્સના લોકોના લાભ માટે કરવામાં આવશે.

ઓઈલ કંપનીઓ સાથે બેઠક:
વેનેઝુએલાના પેટ્રોલિયમ ભંડારો અંગે ચર્ચા કરવા વ્હાઇટ હાઉસ અધિકારીઓએ શુક્રવારે ઓવલ ઓફિસમાં એક્સોન, શેવરોન અને કોનોકોફિલિપ્સ જેવી યુએસ ઓઈલ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક બોલાવી છે. ટ્રમ્પ વેનેઝુએલામાં ઓઈલનું ઉત્પાદન ઝડપી બનાવવ ઈચ્છે છે.

આ પણ વાંચો :‘મોદી સારા માણસ છે પણ…’ ટ્રમ્પે ટેરિફ મુદ્દે ભારતને ફરી એકવાર છુપી ચેતવણી આપી!

જાણકારોના જણાવ્યા મુજબ વેનેઝુએલામાં નબળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા, નીચા ભાવો અને રાજકીય અનિશ્ચિતતા સહિતના કેટલાક મુદ્દાઓને કારણે ઝડપી ઉત્પાદન શક્ય નહીં બને.

અમેરિકાના લાલચી નજર:
નોંધનીય છે કે વિશ્વના કુલ ઓઈલ ભંડારનો પાંચમો ભાગ વેનેઝુએલામાં છે, જેને કારણે વર્ષોથી યુએસની નજર વેનેઝુએલા પર કબજો મેળવવા પર છે. ગત શનિવારે યુએસ સેનાએ વેનેઝુએલાના પાટનગર કરાકાસ પર હુમલો કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનું અપહરણ કર્યું હતું.

યુએસમાં દરરોજ લગભગ 13.8 મિલિયન બેરલ તેલનું ઉત્પાદન કરે છે. અને યુએસ બેન્ચમાર્ક વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટના વર્તમાન ભાવે નિર્ધારિત વોલ્યુમનું મૂલ્ય 2.88 બિલિયન ડોલરથી વધુ થાય છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button