ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન પર ટેરિફના અમલમાં યુ ટર્ન લીધો, આ કારણો જવાબદાર | મુંબઈ સમાચાર
Top Newsઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન પર ટેરિફના અમલમાં યુ ટર્ન લીધો, આ કારણો જવાબદાર

ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાપાન પર ટેરિફના અમલમાં યુ ટર્ન લીધો છે અને ટેરિફ ઘટાડીને 15 ટકા કર્યો છે. તેમજ તેની પાછળ ભારત-રશિયા અને ચીન ફેક્ટર  જવાબદાર હોવાનું માનવામાં આવે છે.  ટ્રમ્પે યુએસ-જાપાન વેપાર કરારને અમલમાં મૂકતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. જેમાં જાપાન પર લાદવામાં આવેલા 25 ટકા ટેરિફને ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો છે. જેમાં  પારસ્પરિક અને ઓટો ટેરિફ બંનેનો સમાવેશ થાય છે. અમેરિકાએ આને યુએસ-જાપાન વેપાર સંબંધોના નવા યુગની શરૂઆત તરીકે વર્ણવ્યું છે

ટ્રમ્પની શાન ઠેકાણે આવવા લાગી

અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એટેકથી વિશ્વભરના દેશોમાં અસંતોષ છે. જેમાં ભારત પર 50 ટકા ટેરિફ લાદયા બાદ ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે.તેમજ ટ્રમ્પ ટેરિફ વિરુદ્ધ ઝૂકવાની ના  પાડી દીધી છે. તેમજ પીએમ નરેન્દ્ર મોદીએ હાલમાં જાપાન અને ચીનની યાત્રા પર કરી છે. ચીનમાં એસસીઓ સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ મંત્રણા કરી હતી.જેના લીધે ટ્રમ્પની શાન ઠેકાણે આવવા લાગી હોય તે આ નિર્ણય બાદ માનવામાં આવી રહ્યું છે.

અમેરિકામાં જાપાનમાં મોટર વાહનોની નિકાસ 28. 4 ટકા ઘટી

આ ઉપરાંત જાપાની કારો પર ટ્રમ્પે 27. 5 ટકા ટેરિફ લાદયો હતો. જેને હવે ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો છે. આ ફેરફાર આ મહિનાના અંતથી કરવામાં આવશે. તેમજ આ ટેરિફ ઘટાડા પાછળનું કારણ જાપાનની નિકાસમાં આવેલો ઘટાડો પણ માનવામાં આવે છે. અહેવાલ મુજબ જાપાનની નિકાસમાં 10. 1 ટકાનો ઘટાડો છે. તેમજ અમેરિકામાં જાપાનમાં મોટર વાહનોની નિકાસ 28. 4 ટકા ઘટી છે. જયારે ઓટો પાર્ટ્સ નિકાસમાં 17. 4 ટકાનો ઘટાડો થયો છે. જેના લીધે અમેરિકાના બજારના હલચલ મચી છે.

આપણ વાંચો:  જર્મનીમાં બેકાબૂ થયેલી BMW કારે રાહદારીઓને કચડ્યા; 15 બાળકો ઘાયલ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button