ઇન્ટરનેશનલનેશનલ

ડ્રેગનને રાહતઃ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ ઘટાડીને આટલા ટકા કરવાનો પ્રસ્તાવ મુક્યો

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ચીન પરના ટેરિફ ઘટાડીને 80 ટકા કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. આને બંને દેશો વચ્ચેના ટ્રેડ વૉરને ઘટાડવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.

બંને દેશો વચ્ચે સપ્તાહના અંતે યોજાનારી બેઠક પહેલા ટેરિફ ઘટાડવા આ પગલું લેવામાં આવ્યું છે. આ સપ્તાહના અંતે સ્વિટ્ઝર્લૅન્ડમાં ઉચ્ચ સ્તરીય ચીની પ્રતિનિધિમંડળને અમેરિકાના ટોચના અધિકારીઓ મળવાના છે. ટ્રેડ વૉર શરૂ થયા પછી બંને દેશો વચ્ચે આ પહેલી મોટી બેઠક હશે.

આપણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પનો યુ ટર્ન, ચીન સિવાય અન્ય દેશોને ટેરિફમા 90 દિવસની રાહત, શેરબજારોમાં તેજી…

ટ્રમ્પ દ્વારા આયાત પર ઊંચા ટેરિફ લાદવાના નિર્ણય પછી ચીને પણ જવાબી કાર્યવાહી કરી હતી અને બંને દેશો વચ્ચે ટ્રેડ વોર જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. ટ્રમ્પે ટેરિફ લાદ્યા પછી એપ્રિલમાં, ચીને પણ જવાબમાં અમેરિકા પર ટેરિફની જાહેરાત કરી હતી. હવે ચીન સામે અમેરિકાનો ટેરિફ 145 ટકા છે જ્યારે ચીને અમેરિકા પર 125 ટકા ટેરિફ લાદ્યો છે.

ટ્રમ્પ વહીવટીતંત્રે મંગળવારે જાહેરાત કરી હતી કે ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટ અને યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમીસન ગ્રીર જિનેવામાં તેમના સમકક્ષોને મળશે. છેલ્લા કેટલાક મહિનામાં બંને દેશો વચ્ચે આ સૌથી વરિષ્ઠ સ્તરની વાટાઘાટો હશે.

અમેરિકામાં ગ્રાહક માલના ભાવ અને પુરવઠા પર ડ્યુટીની અસર અંગે વધતી ચિંતાઓ વચ્ચે ચીનથી આયાત થતી ચીજવસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિશ્વના સૌથી મોટા નિકાસકાર અને બીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર ચીનને અમેરિકાના ટ્રેડ વૉરથી સૌથી વધુ નુકસાન થયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button