ડોનાલ્ડ ટ્રમ્પે જીનિયસ એક્ટ પર હસ્તાક્ષર કર્યા, બ્રિકસ દેશોને આપી આ ચેતવણી

ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ડી ડોલરાઈઝેશનના પ્રયાસ મુદ્દે બ્રિકસ દેશોને ચેતવણી આપવામાં આવી છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જીનિયસ એક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. આ કાયદાનો હેતુ અમેરિકાને ડિજિટલ કરન્સીમાં વિશ્વમાં અગ્રેસર બનાવી વિશ્વ કરન્સી માર્કેટમાં યુએસ ડોલરની સર્વોપરિતાને જાળવી રાખવાનો છે. આ પ્રસંગે તેમણે બ્રિકસ દેશોને ચેતવણી આપી કે જો ડોલરને પડકારવાનો પ્રયાસ કરવામાં આવશે તો પ્રયાસ નિરર્થક સાબિત થશે. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.
આ દેશોએ ડોલરની સત્તાને પડકારવાનો પ્રયાસ કર્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જીનિયસ એક્ટ પર સહી કરતા ટિપ્પણી કરી કે, બ્રિકસ દેશો નામનો એક નાનો સમૂહ છે. જે ઝડપથી નબળો પડી રહ્યો છે. આ દેશોએ ડોલરની સત્તાને પડકારવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે અમે સ્પષ્ટ કર્યું છે કે બ્રિકસ દેશો પર અમે 10 ટકા ટેરીફ લગાવીશું. તેમજ ટ્રમ્પે કહ્યું કે જો આ દેશોએ ડોલરને નબળા પાડવાના પ્રયાસ કર્યા તો તેમનું જોડાણ ઝડપથી સમાપ્ત થશે. તેમજ જો ડોલરે વૈશ્વિક રિઝર્વ કેપેસિટી ગુમાવી દીધી તો આ વિશ્વ યુદ્ધ હારવા જેવું છે. આ અમે થવા નહી દઈએ.
જાણો જીનિયસ એક્ટ શું છે ?
અમેરિકાએ ડી ડોલરાઈઝેશનના ભય વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે જીનિયસ એક્ટ(ગાઈડીંગ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ નેશનલ ઇનોવેશન ફોર યુએસ સ્ટેબલ કોઇન્સ એક્ટ) પર હસ્તાક્ષર કર્યા હતા. આ એકટનો ઉદ્દેશ ડોલર-આધારિત સ્ટેબલ કોઈન્સ કરન્સી સીસ્ટમ ઉભી કરવાનો છે. ટ્રમ્પે તેને ઇન્ટરનેટના બાદ નાણાકીય ટેકનોલોજીમાં સૌથી મોટી ક્રાંતિ ગણાવી. તેમણે કહ્યું, આ કાયદો અમેરિકાને ક્રિપ્ટો અને ડિજિટલ કરન્સીમાં સર્વોપરી બનાવશે. ટ્રમ્પે ક્રિપ્ટો સમુદાયની પ્રશંસા તમે હાર નથી માની અને આ કાયદો તમારી મહેનત અને જુસ્સાનો વિજય છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીને અમેરિકામાં ક્યારેય મંજૂરી નહીં આપે.
આ પણ વાંચો…પાકિસ્તાનની પોલ છતી થઈ, ટ્રમ્પની પાકિસ્તાન મુલાકતના સમાચારને અમેરિકાએ રદીયો આપ્યો