Donald Trump નો ચોંકાવનારો દાવો, કહ્યું- BRICS માં પડી તિરાડ…

વોશિંગ્ટન ડીસીઃ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત જ્યારથી સત્તા સંભાળી છે ત્યારથી એક બાદ એક ચોંકાવનારા ફેંસલા લઈ રહ્યા છે. વધારે ટેરિફ લગાવવાની ધમકી આપ્યા બાદ બ્રિક્સ (BRICS) તૂટી ગયું હોવાનો તેમણે દાવો કર્યો છે. ભારત પણ બ્રિક્સનું સભ્ય છે. જોકે હજુ સુધી આ દાવાને લઈ કોઈપણ સભ્ય દેશ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. ટ્ર્મ્પ લાંબા સમયથી ડૉલરને લઈ આ દેશો પર 100 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી રહ્યા છે.
Also read : ‘ભારત પાસે ઘણા પૈસા છે…’, યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આવું કેમ કહ્યું ?
અહેવાલ મુજબ, ટ્રમ્પે કહ્યું કે 150 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપ્યા બાદ BRICS દેશોએ અલગ થવાનો ફેંસલો કર્યો છે. આ ગ્રુપમાં બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સામે છે. ગત સપ્તાહે ટ્રમ્પે ધમકી આપી હતી કે, જો બ્રિક્સ દેશો તેમની એક કૉમન કરન્સી લાવશે તો અમેરિકા તરફથી 100 ટકા ટેરિફનો સામનો કરવો પડશે.
બ્રાઝીલ સરકારે કહ્યું કે, આગામી બ્રિક્સ સમિટ 6 અને 7 જુલાઈએ રિયો ડી જેનેરિયોમાં યોજાશે. બ્રાઝીલ સરકારના નિવેદન મુજબ, બાઝીલ વિકાસશીલ અર્થતંત્ર ધરાવતાં દેશોના કાર્યક્રમની અધ્યક્ષતા કરશે અને ગ્લોબલ સાઉથ દેશો વચ્ચે સહયોગ વધારવા ધ્યાન કેન્દ્રીત કરશે.
Also read : PM Modi-Donald Trump વચ્ચેની બેઠક મુદ્દે ચીનને લાગ્યા મરચા, કહ્યું જોજો ત્રીજાને…
કોણે કરી હતી બ્રિક્સની સ્થાપના
બ્રિક્સની સ્થાપના બ્રાઝીલ, રશિયા, ભારત અને ચીને 2009માં કરી હતી. ગત વર્ષે તેમાં ઇરાન, ઇજિપ્ત, ઇથોપિયા અને સંયુકત અરબ અમીરાતને સામેલ કરવામાં આવ્યા હતા. સાઉદી અરબને પણ તેમાં સામેલ થવા આમંત્રિત કરવામાં આવ્યા છે. તુર્કી, અઝરબૈજાન અને મલેશિયાએ સભ્ય તરીકે સામેલ થવા અરજી કરી છે. તેમજ અન્ય દેશો પણ તેમાં સામેલ થવા રસ દાખવી રહ્યા છે.