અમેરિકાના ટુકડા થશે, ટ્રમ્પ છેલ્લા પ્રમુખ હશે ! ક્યા ભારતીયે કરી આ આગાહી ?
Top Newsઇન્ટરનેશનલ

અમેરિકાના ટુકડા થશે, ટ્રમ્પ છેલ્લા પ્રમુખ હશે ! ક્યા ભારતીયે કરી આ આગાહી ?

વોશિંગ્ટન ડીસીઃ સોશિયલ મીડિયા પર એક ભવિષ્યવાણી વાયરલ થઈ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાના ટુકડા થશે. ટ્રમ્પ છેલ્લા પ્રમુખ હશે. જોકે આ આગાહી અન્ય કોઈએ નહીં પરંતુ જ્યારે એક ભારતીય દ્વારા કરવામાં આવી છે.

ગ્રોકને જ્યારે લોકોએ જવાબ પૂછ્યો ત્યારે તેણે જણાવ્યું કે, આ ભવિષ્યવાણી પ્રજ્ઞા મિશ્રાએ કરી છે. જેઓ જ્યોતિષી અને વાસ્તુ નિષ્ણાત છે અને એસ્ટ્રોટૉક પર કામ કરે છે, તેમજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. આ ઉપરાંત રાજકીય ભવિષ્યવાણીઓ પર કરે છે.

પ્રજ્ઞા મિશ્રાએ કહ્યું, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના છેલ્લા રાષ્ટ્રપ્રમુખ હશે. જુલાઈ 2027 પહેલા અમેરિકાના ટુકડા થશે, બે કે ત્રણ અલગ અલગ રાજ્યો બનશે. આ ભવિષ્યવાણીને લઈ સોશિયલ મીડિયા પર લોકોએ કોમેન્ટ્સ કરી રહ્યા છે.

ગ્રોકને જયારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, પ્રજ્ઞા મિશ્રાની મોટાભાગની ભવિષ્યવાણીઓ ભવિષ્યમાં થનારા પરિવર્તનોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

અમેરિકા આજે જેવો તેવો તે પહેલાં નહોતો. આજે તે 50 રાજ્યોનો દેશ છે, પરંતુ એક સમયે અમેરિકા 34 રાજ્યોનો દેશ હતો. અમેરિકાએ પહેલા મેક્સિકો સાથે યુદ્ધ કર્યું અને તેના 55 ટકા વિસ્તારને પોતાનામાં ભેળવી દીધો હતો. તેના થોડા વર્ષો પછી જ, અમેરિકા બે ભાગમાં વહેંચાઈ ગયો હતો.

સંયુક્ત રાજ્ય અમેરિકાથી અલગ થઈને ‘કન્ફેડરેટ સ્ટેટ્સ ઑફ અમેરિકા’ નામનો નવો દેશ બન્યો, જેનો પોતાનો રાષ્ટ્રપતિ, ધ્વજ અને રાજધાની હતી. 1861માં અમેરિકા બે ભાગમાં વહેંચાઈ ગયું. ત્યારે બે દેશો બન્યા, પહેલો યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (USA) અને બીજો કન્ફેડરેટ સ્ટેટ્સ ઑફ અમેરિકા (CSA). આજે આપણે જે અમેરિકાને ઓળખીએ છીએ, તે ભાગલા પછી તેના ચોથા ભાગ જેટલું પણ નહોતું રહ્યું.

*ગુલામી પ્રથાને કારણે અમેરિકાના ભાગલા પડ્યા હતા

રિપબ્લિકન ઉમેદવાર અબ્રાહમ લિંકન અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા ત્યારે આ ઘટના બની હતી. તેઓ ગુલામી પ્રથાનો અંત લાવવા માંગતા હતા. જ્યારે, કેટલાક શક્તિશાળી જૂથો તેને ચાલુ રાખવાના પક્ષમાં હતા. આર્થિક, સામાજિક અને રાજકીય મુદ્દાઓએ આ સંઘર્ષને વધુ વેગ આપ્યો હતો.

ફેબ્રુઆરી 1861માં, અલાબામાના મોન્ટગોમેરીમાં 6 રાજ્યોના પ્રતિનિધિઓની એક બેઠક મળી હતી. જેમણે કન્ફેડરેટ સ્ટેટ્સ ઑફ અમેરિકાનો પાયો નાખ્યો. હતો. વર્જિનિયાના રિચમંડને CSAની રાજધાની બનાવવામાં આવ્યું હતું. આ 6 રાજ્યો સાઉથ કેરોલિના, મિસિસિપી, ફ્લોરિડા, અલાબામા, જ્યોર્જિયા અને લ્યુસિયાના હતા.

બાદમાં ટેક્સાસ પણ તેમાં જોડાયું. મિસિસિપીના જેફરસન ડેવિસ આ નવા દેશના રાષ્ટ્રપતિ બન્યા. લગભગ 5 વર્ષ સુધી આ ગૃહ યુદ્ધ ચાલ્યું. જોકે, CSAને ન તો અમેરિકાએ માન્યતા આપી કે ન તો કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ. ગૃહ યુદ્ધ સમાપ્ત થતાં જ અમેરિકાએ CSAના તમામ 11 રાજ્યો પર ફરીથી નિયંત્રણ મેળવી લીધું હતું. તે સમયે, અમેરિકા 48 રાજ્યોનો દેશ બન્યો હતો. બાદમાં અલાસ્કા અને હવાઈ જોડાતાં અમેરિકા 50 રાજ્યોનો દેશ બન્યો હતો.

આ પણ વાંચો…H-1B વિઝા અંગે મોટા સમાચાર: શું ડોનાલ્ડ ટ્રમ્પ મારશે યુટર્ન? આ પ્રોફેશનના લોકોને મળી શકે છે છૂટ…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button