Top Newsઇન્ટરનેશનલ

અમેરિકાએ ભારત પરનો ટેરિફ ઘટાડયો: શું લખ્યું ડોનાલ્ડ ટ્રમ્પે, જાણી લો…

નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે. પીએમ મોદીને સાથે વાત કરી હોવાનો દાવો કરી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. એટલું જ નહીં પરંતુ અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડીને 25% થી ઘટાડીને 18% કર્યો હોવાનો પણ અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. વિગતે વાત કરીએ તો, પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકા હવે ભારત સાથે ટ્રેડ લીડમાં રેસિપ્રોકલ ટેરિફ લગાવશે. જેને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવ્યો છે. એટલે કે, હવે ભારત પર માત્ર 43 ટકા ટેરિફ રહેશે.

અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ટ્વિટ કરીને માહિતી આપી

અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી છે. અમેરિકન રાષ્ટ્રતિએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત પણ કરી છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ટ્વિટ કરીને આ માહિતી આપી છે. સર્જિયો ગોરે સોશિયલ મીડિયામાં પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પે હમણાં જ વડા પ્રધાન મોદી સાથે વાત કરી છે’. ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) વાટાઘાટોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, અને ટૂંક સમયમાં એક સોદો થવાની અપેક્ષા છે. તેમાં અમેરિકાએ ભારત પરના ટેરિફમાં ઘટાડો કર્યો હોવાના પણ જાહેરાત કરવામાં આવી છે.

ટ્રમ્પે પીએમ મોદીને તેમના મહાન મિત્ર ગણાવ્યાં

ટ્રુથસોશિયલ પરની કરેલી પોસ્ટમાં ટ્ર્મ્પે લખ્યું કે, આજે સવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી, જેમાં બંને વચ્ચે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વેપાર કરાર થયો હતો. આ પોસ્ટમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને તેમના મહાન મિત્ર અને તેમના દેશના મજબૂત અને આદરણીય નેતા ગણાવ્યા છે. આ પહેલા પીએમ મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ સાથે ડિસેમ્બર 2025માં વાત કરી હતી. જોકે, થોડા સમય પહેલા ગાઝા શાંતિ કરાર માટે પણ અમેરિકા પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું. અહવે પીએઅ મોદી સાથે વાત કરી હોવાનો અમેરિકાએ દાવો કર્યો છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button