ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવને ઇઝરાયલે ફગાવ્યો, ગાઝા પર કર્યો હવાઈ હુમલો | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવને ઇઝરાયલે ફગાવ્યો, ગાઝા પર કર્યો હવાઈ હુમલો

ગાઝાઃ હમાસ અને ઇઝરાયલનું યુદ્ધ રોકવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિએ ઘણો પ્રયત્ન કરી રહ્યાં છે. આ યુદ્ધને રોકવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે 20 મુદ્દાનો ગાઝા શાંતિ પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. તેવામાં હવે ઇઝરાયલે ફરી એકવાર ગાઝા પર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઇઝરાયલે એરસ્ટ્રાઈક કરીને ગાઝામાં ભારે તબાહી મચાવી હોવાના અહેવાલો મળી રહ્યાં છે. આ હુમલામાં અત્યાર સુધીમાં છ લોકોનું મોત થયું છે, જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયાં છે.

ઇઝરાયલે ફરી ગાઝામાં હવાઈ હુમલાઓ શરૂ કર્યા

ઇઝરાયલે આ હમલો કરીને શાંતિ પ્રસ્તારને નકારી કાઢ્યો હોય તેવા સંકેતો મળી રહ્યાં છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા હુમલાઓ બંધ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હોવા છતાં પણ ઇઝરાયલી સૈન્યએ ગાઝા શહેર અને પટ્ટીના અન્ય વિસ્તારો પર ડઝનબંધ હવાઈ હુમલાઓ અને તોપમારા શરૂ કર્યા હતાં. ગાઝા નાગરિક સુરક્ષા પ્રવક્તા મહસૂદ બસ્સલે કહ્યું કે, આ એક ભયાનક અને હિંસક રાત હતી. આ હુમલામાં કુલ 20 ઘર ધ્વસ્ત થયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો : ગાઝા યુદ્ધ: ઇઝરાયલની સેનાનું મોટું ઓપરેશન શરૂઃ લોકોને શહેર છોડવા આપી ચેતવણી

શાંતિ પ્રસ્તાવ વચ્ચે ફરી હુમલાઓ શરૂ

હુમલાની વાત કરવામાં આવે તો, ગાઝા શહેરના બૈપટિસ્ટ હોસ્પિટલના તુફ્ફાહ વિસ્તારમાં આ હુમલો થયો હતો. જેમાં ચાર લોકોનું મોત થયું અને અનેલ લોકો ઘાયલ થયાં હતાં. એટલું જ નહીં પરંતુ ગાઝાના વિસ્થાપિત લોકો માટેના શિબિર પર ડ્રોન હુમલામાં બે બાળકો માર્યા ગયા છે અને આઠ અન્ય ઘાયલ પણ થયા છે. છેલ્લા બે વર્ષથી આ યુદ્ધ ચાલી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ આ યુદ્ધને રોકવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો : ઇઝરાયલે ગાઝા શહેર ખાલી કરવા લોકોને ચેતવણી આપી, અલ-મવાસી જવા સૂચના

શું હમાસ અને ઇઝરાયલ ટ્રમ્પનો પ્રસ્તાવ સ્વીકારશે?

ચોંકાવનારી વાત એ છે કે, આ યુદ્ધ રોકવા માટેના ડોનાલ્ડ ટ્રમ્પના પ્રસ્તાવને હમાસે સ્વીકાર કરી લીધો છે. એટલું જ નહીં પરંતુ ટ્રમ્પના પ્રસ્તાવ પ્રમાણે ઇઝરાયલની જેલમાં બંધ પેલેસ્ટિનિયન કેદીનોના બદલામાં હમાસ તમામ બંધકોને મુક્ત પણ કરી દેશે અને ગાઝા પટ્ટીમાં શાસન કરવાનો અધિકાર પણ આપી દેશે. પરંતુ હથિયારો હેઠા મુકવામાં આવશે તેવું કઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. જો કે, ડોલાન્ડ ટ્રમ્પના પ્રસ્તારમાં તે પહેલી અને પ્રમુખ શરત હતી. તેમ છતાં પણ ટ્રમ્પ એવું માને છે કે, હમાસ યુદ્ધ રોકવા અને શાંતિ માટે તૈયાર છે. પરંતુ તેના માટે ઇઝરાયલે ગાઝા પર હુમલાઓ રોકવા પડશે તેવી વાતનો સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button