ગાઝાનાં 20 લાખ લોકોને હટાવી ટ્રમ્પનો રિસોર્ટ અને સ્માર્ટ સિટી બનાવવાનો તખતો તૈયાર, ગાઝાવાસીઓને શું મળશે?
ઇન્ટરનેશનલ

ગાઝાનાં 20 લાખ લોકોને હટાવી ટ્રમ્પનો રિસોર્ટ અને સ્માર્ટ સિટી બનાવવાનો તખતો તૈયાર, ગાઝાવાસીઓને શું મળશે?

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન અને ઈઝરાયલ સાથે મળીને એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જે અત્યારે જોરદાર ચર્ચામાં છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓને ટાંકીને એક આંતરરાષ્ટ્રીય અખબારે દાવો કર્યો છે કે પેલેસ્ટાઈનના સૌથી મોટા ભાગમાંથી 20 લાખ લોકોને હંગામી ધોરણે હટાવવામાં આવશે.

જ્યાં ટ્રમ્પનો રિસોર્ટ અને સ્માર્ટ સિટી બનાવવામાં આવશે. જોકે, આ બધા લોકોને મિસ્ર, કતાર વગેરે દેશોમાં રાખવામાં આવશે અથવા તો પેલેસ્ટાઈનના જ એક વિસ્તારમાં રાખવામાં આવશે. જ્યાં સુધી પુનર્વિકાસ થશે નહીં, ત્યાં સુધી આ બધા લોકોને બહાર રહેવું પડશે. ગાઝા છોડતી વખતે પેલેસ્ટાઈનના રહેવાસીઓને ડિજિટલ ટોકન પણ આપવામાં આવશે, જ્યારે કેશ પેમેન્ટ પણ કરવામાં આવશે.

આ યોજનાને GREAT નામ આપ્યું છે
ગાઝામાં હંગામી ધોરણે લોકોને ખસેડવામાં આવશે, ત્યાં ખાણીપીણીની પર્યાપ્ત વ્યવસ્થા હશે. ઉપરાંત, રેન્ટ સબ્સિડી પણ આપવામાં આવશે. ગાઝાના રહેવાસીઓને હટાવવાની યોજના વોલેન્ટરી ડિપાર્ટર કહેવાય છે, જે અન્વયે બીજા દેશમાં જાય અથવા ત્યાં નિયત કરેલા સ્થળે રાખવામાં આવશે.

ગાઝાના લોકોને લગભગ ચાર વર્ષ સુધી બહાર રાખવાની યોજના છે. એના અન્વયે ચાર વર્ષની રેન્ટ સબ્સિડી આપવામાં આવશે અને એક વર્ષ સુધી ખાવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. અમેરિકા અને ઈઝરાયલના વ્યૂહરચનાકારોએ આ યોજનાને GREAT નામ આપ્યું છે, જેનો અર્થ છે Gaza Reconstitution, Economic Acceleration, and Transformation.

અમેરિકન વિદેશ મંત્રાલયે કોઈ સ્પષ્ટતા કરી નથી
અમેરિકાની યોજના પ્રમાણે ગાઝાના ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાની યોજના છે. અહીં ગાઝા ટ્રમ્પ રિવેરા વિકસિત કરવામાં આવશે. એના સિવાય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આધારિત સ્માર્ટ સિટી બનાવવામાં આવશે. સ્કૂલ, હોસ્પિટલ, ઈન્ડસ્ટ્રી, ગ્રીન સ્પેસ વગેરે વ્યવસ્થા રાખવામાં આવશે.

જ્યાં મોટા પાયે રેસિન્ડેન્શિયલ એપાર્મેન્ટસ બનાવવાની યોજના છે, જેમના ફ્લેટ ગાઝા લોકોને આપવામાં આવશે, તેમને બહાર મોકલવામાં આવશે. તેઓ તેમની જમીનના બદલામાં ડિજિટલ ટોકનનો ઉપયોગ કરતા ફ્લેટ મેળવી શકશે. જોકે, આ મુદ્દે અમેરિકન વિદેશ મંત્રાલયે કોઈ સ્પષ્ટતા કરી નથી.

શરુઆતમાં 100 અબજ ડોલરનું રોકાણ કરવાની તૈયારી
અખબારના અહેવાલ અનુસાર ગાઝાને લઈ આ યોજનામાં ફંડની કોઈ જરુરિયાત પડશે નહીં, પરંતુ ફાયદો થશે. પ્રોજેક્ટ માટે દુનિયાભરના રોકાણકારોને રોકાણ માટે આમંત્રિત કરવામાં આવશે, જ્યાં ઈલેક્ટ્રિકલ વ્હિકલ પ્લાન્ટને લઈ ડેટા સેન્ટર પણ તૈયાર કરવામાં આવશે.

આ ઉપરાંત, બહુમાળી ઈમારતો પણ તૈયાર કરવામાં આવશે. પ્રોજેક્ટમાં શરુઆતમાં 100 અબજ ડોલરનું રોકાણ કરવાની તૈયારીમાં છે, ત્યાર બાદ આ પ્રોજેક્ટ સ્વયં ફંડ જનરેટ કરશે.

આ પણ વાંચો…દોસ્ત, દોસ્ત ન રહા!, કેમ અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં આવી તિરાડ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button