ડોનાલ્ડ ટ્રમ્પનો અમેરિકામાં જ વિરોધ, નિક્કી હેલીએ ભારત સાથે સબંધો ન બગડવા સલાહ આપી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લાદવાની કરેલી જાહેરાત બાદ યુએસમાં જ તેમનો વિરોધ થઈ રહ્યો છે. આ દરમિયાન દક્ષિણ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર નિક્કી હેલીએ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત જેવા મજબૂત સાથી દેશ સાથે સબંધો ન બગડવા સલાહ આપી છે.
ભારતે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ના ખરીદવું જોઈએ
નિક્કી હેલીએ સોશીયલ મીડિયા એક્સ પર લખ્યું કે, ભારતે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ના ખરીદવું જોઈએ. જયારે ચીન જે સૌથી મોટો વિરોધી દેશ છે જે ઈરાન અને રશિયાથી ક્રુડ ઓઈલ ખરીદે છે તેને 90 દિવસ માટે ટેરિફ છુટ આપવામાં આવી છે.જયારે ચીનને છુટ ના આપે અને ભારત જેવા મજબૂત સહયોગી દેશ સાથે સબંધ ખરાબ ના કરે. નિક્કી હેલી અમેરિકી કેબીનેટ સ્તરે નિયુક્ત થનારા પ્રથમ ભારતીય-અમેરિકન બન્યા હતા.
ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદી રહ્યું છે
નિક્કી હેલીનું આ નિવેદન ટ્રમ્પની એ ટીપ્પણી બાદ આવ્યું જેમાં ટ્રમ્પે કહ્યું હતું કે ભારત એક સારો વ્યાપારિક ભાગીદાર દેશ નથી અને તે ભારત પર આગામી 24 કલાકમાં ટેરિફ દર વધારી દેશે. ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદી રહ્યું છે. જેનાથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધી રહ્યું છે.
અમેરિકા પોતે રશિયા સાથે વેપાર કરે છે
જયારે આ અંગે ભારતના વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમજ કહ્યું હતું કે ભારત તેના નાગરિકોને સસ્તી અને સતત ઉર્જા માટે રશિયા જોડેથી ક્રુડ ઓઈલ આયાત કરે છે. તેમજ જે દેશ ભારતની આ અંગે ટીકા કરે છે તે પોતે પણ રશિયા જોડે વેપાર કરે છે.
આપણ વાંચો: ભારતના જવાબ બાદ ટ્રમ્પની આંખ ઉઘડી; કહ્યું મને એ વિષે ખબર નથી, તપાસ કરવી પડશે…