ઇન્ટરનેશનલ

ફરી નોબેલ પુરસ્કાર માટે ટ્રમ્પના નામની ભલામણ, હવે કોણે કર્યા નોમિનેટ?

વોશિંગ્ટન ડીસીઃ પહલગામ આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો હતો. જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સર્જાયો હતો. તે સમયે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયર કરાવ્યું હતું. હાલ ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છ, આ સમયે પણ તેમણે સીઝફાયર કરાવ્યું હતું.આ માટે તેમને 2025ના નોબલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. યુએસ હાઉસના પ્રતિનિધિ બડી કાર્ટરે નોબલ પીસ પ્રાઇઝ કમિટીને પત્ર લખીને મિડલ ઈસ્ટ સંઘર્ષ ઉકેલવામાં ટ્રમ્પની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો.

એક રિપોર્ટ પ્રમાણે, કાર્ટરે કહ્યું, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષને સમાપ્ત કરવામાં મદદ કરી હતી. અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્ર્મ્પને શાંતિ પુરસ્કાર આપવાની માંગ પ્રથમ વખત કરવામાં નથી આવી રહી. આ વર્ષની શરૂઆતમાં યુએસએ સાંસદ ડેરેલ ઈસ્સાએ પણ ટ્રમ્પને 2024ની ચૂંટણીમાં જીત માટે વૈશ્વિક પ્રભાવનો ઉલ્લેખ કરીને નોબલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા હતા.

ઈરાન-ઈઝરાયલ વચ્ચે સતત 12 દિવસ સુધી ચાલેલા સંઘર્ષ બાદ અમેરિકા અને કતારે મધ્યસ્થી કરતા મંગળવારથી સીઝફાયર થયું હતું. ટ્રમ્પે કહ્યું, તમામને અભિનંદન, ઈરાન અને ઈઝરાયલ વચ્ચ પૂર્ણ અને અંતિમ યુદ્ધવિરામ થઈ ગયું છે. બંને દેશો લગભગ એક સાથે મારી પાસે આવ્યા હતા અને શાંતિ માટે વિનંતી કરી હતી.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પાકિસ્તાને પણ ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિ પુરસ્કાર આપવા માંગ કરી છે. પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઈશાર ડારે નોર્વેમાં નોબલ શાંતિ પુરસ્કાર સમિતિને ઔપચારિક રીતે એક પત્ર મોકલ્યો હતો. જેમાં તેમને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવાની ભલામણ કરવામાં આવી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button