અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ પૂર્વે જ Donald Trumpએ કર્યો ભારતની મુશ્કેલીમાં વધારો,કહી આ વાત

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લેતા પૂર્વે જ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump)ભારતની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. તેમણે ભારત પર પારસ્પરિક ટેક્સ લાદવાની ધમકી આપી છે. એટલે કે ભારત અમેરિકન ઉત્પાદનો પર જેટલો ટેક્સ લાદશે તેટલો જ ટેક્સ અમેરિકા પણ ભારતીય ઉત્પાદનો પર વસૂલ કરશે. તેમણે અમુક અમેરિકન ઉત્પાદનોની આયાત પર ભારત દ્વારા લાદવામાં આવેલા હાઇ ટેરિફ ના જવાબમાં પારસ્પરિક ટેરિફ લાદવાના સંકલ્પને દોહરાવ્યો હતો.
અમે તેમની પર ટેક્સ લગાવીશું
ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, જેટલો ટેક્સ તેઓ અમારી જોડે વસૂલે છે અમે પણ તેટલો જ ટેક્સ લગાવીશું. તેમજ મોટાભાગના કિસ્સામાં તેવો અમારી પર ટેક્સ લગાવે છે અને અમે તેમની પર ટેક્સ લગાવીશું.
અમેરિકન ઉત્પાદનો પર ઉચ્ચ ટેક્સ વસૂલે છે
અમેરિકાના આગામી પ્રમુખ ટ્રમ્પે ચીન સાથે સંભવિત વેપાર કરાર અંગેના પ્રશ્નનો જવાબ આપતાં આ ટિપ્પણી કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, ભારત અને બ્રાઝિલ જેવા દેશો અમેરિકન ઉત્પાદનો પર ઉચ્ચ ટેક્સ વસૂલે છે. ટ્રમ્પે કહ્યું, “પારસ્પરિક શબ્દ મહત્વપૂર્ણ છે કારણ કે જો કોઈ અમારી પાસેથી ટેક્સ વસૂલ કરે છે. જો ભારત અમારી પાસેથી 100 ટકા ટેક્સ લે છે, તો શું અમે કોઇ ટેકસ્ ના લઈએ ? ભારત અમને સાયકલ મોકલે છે અને અમે પણ તેને સાયકલ મોકલીએ છીએ. તે અમારી પાસેથી 100-200 રૂપિયા ચાર્જ કરે છે.
ભારત ખૂબ જ ટેક્સ વસૂલ કરે છે
ટ્રમ્પે વધુમાં કહ્યું કે, ભારત ખૂબ જ ટેક્સ વસૂલ કરે છે. બ્રાઝિલ વધારે ચાર્જ કરે છે. જો તેઓ અમારી પાસેથી ટેક્સ લેવા માગે છે, તો તે સારું છે, પરંતુ અમે તેમની પાસેથી ટેક્સ વસૂલવા જઈ રહ્યા છીએ.તેમજ અમેરિકાના વાણિજ્ય સચિવે ટ્રમ્પની વાત મહોર મારી દીધી છે. તેમણે કહ્યું જે જેવુ કરશે તેની સાથે એવું જ થશે.
Also Read – શપથ લેતા પહેલા ટ્રમ્પને આંચકો; અમેરિકન જજે સજા રદ કરવાની અરજી ફગાવી, શું છે મામલો?
ટ્રમ્પ વહીવટીતંત્રમાં પારસ્પરિકતા એક મહત્વપૂર્ણ વિષય હશે
અમેરિકાના આગામી વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્રમાં “પારસ્પરિકતા” એક મહત્વપૂર્ણ વિષય હશે. સરળ શબ્દોમાં કહીએ તો, જો દેશ-1 દેશ-2 પર ટેક્સ લગાવશે, તો દેશ-2 તે મુજબ દેશ-1 પર ટેક્સ લાદશે. જ્યારે કેટલો ટેક્સ વસૂલવો તે દેશ પર નિર્ભર છે. ઉદાહરણ તરીકે, લ્યુટનીક કહે છે, “તમે અમારી સાથે જેવો વ્યવહાર કરો છો તમારે પણ એવા વ્યવહારની તૈયારી રાખવી જોઇએ.