હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલીવાર જાહેરમાં દેખાયા, સમર્થકોએ હીરોની જેમ સ્વાગત કર્યું

વોશિંગ્ટન: શનિવારે પેન્સીલવેનિયાનામાં એક ચૂંટણી પ્રચાર રેલી દરમિયાન હુમલા બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને આગામી ચૂંટણી માટે રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Attack on trump) પહેલી વાર જાહેરમાં દેખાયા હતા. સોમવારે વિસ્કોન્સિન રાજ્યના મિલવૌકીમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શન(Republican National Convention)માં ટ્રંપનું હીરોની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રંપના જમણા કામ કાન પર સફેદ પટ્ટી બાંધેલી જોવા મળી, સમર્થકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપી અભિવાદન કર્યું.
ટ્રંપના કન્વેન્શનના સ્ટેજ પહોંચ્યા ત્યારે બેકગ્રાઉન્ડમાં લી ગ્રીનવુડનું ‘ગોડ બ્લેસ ધ યુએસએ’ ગીત વગાડવામાં આવ્યું હતું. ટ્રમ્પ તાળીઓ વગાડતા, તેમની મુઠ્ઠી લહેરાવતા અને થમ્પ્સ અપ બતાવતા જોવા મળ્યા.
ટ્રમ્પે ખુરશી પર બેસતાની સાથે જ લોકોએ “ફાઈટ, ફાઈટ, ફાઈટ” ના નારા લગાવ્યા.
5 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે રિપબ્લિકન ઉમેદવાર તરીકે ટ્રમ્પની પુષ્ટિ થઈ ગઈ છે. આ દરમિયાન તેમણે ડીવી વેન્સને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા છે. એક ટ્રુથ સોશિયલ પોસ્ટમાં ટ્રંપે જણાવ્યું કે વેન્સ “યુનાઈટેડ સ્ટેટ્સના ઉપરાષ્ટ્રપતિ પદને ધારણ કરવા માટે સૌથી યોગ્ય વ્યક્તિ હતા,” તેમણે કહ્યું કે તેણે “લાંબા વિચાર-વિમર્શ અને વિચારણા” પછી નિર્ણય લીધો હતો.
દરમિયાન, FBIએ જાહેરાત કરી છે કે તે ટ્રમ્પની હત્યાના પ્રયાસને સંભવિત સ્થાનિક આતંકવાદ તરીકે તપાસ કરી રહી છે.
FBIએ શરૂઆતમાં કહ્યું હતું કે હુમલાનો હેતુને જાણવા માટે શૂટર થોમસ મેથ્યુ ક્રૂક્સના સેલ ફોનની તપાસ કરવામાં આવી રહી છે. જો કે, તેના ફોન પર કોઈ સ્પષ્ટ ખુલાસો મળ્યો ન હતો. અધિકારીઓ ક્રૂક્સના લેપટોપની તપાસ કરી રહ્યા છે.
Also Read –