ઇન્ટરનેશનલનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે સંકળાયેલી ભારતીય કંપનીઓ પર વેપાર પ્રતિબંધ મુક્યા

નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ વોર સતત વકરી રહ્યું છે. જેમાં ભારતની અમેરિકા વિરુદ્ધ કડક નીતિથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આક્રોશમાં છે. ત્યારે તેમણે રશિયાની ક્રુડ ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધ મુક્યા બાદ હવે ઈરાન સાથે સંકળાયેલી ભારતીય કંપનીઓ પર વેપાર પ્રતિબંધ મુક્યા છે.

ઈરાન પ્રાદેશિક આતંકવાદી જૂથોને ટેકો આપે છે

આ અંગે ટ્રમ્પ વહીવટીતંત્રએ ઈરાનને પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના વેચાણમાં સામેલ ભારતીય સંસ્થાઓ અને વ્યક્તિઓ પર પ્રતિબંધો મુક્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે આ વેપારમાંથી મળેલી રકમનો ઉપયોગ ઈરાન પ્રાદેશિક આતંકવાદી જૂથોને ટેકો આપવા અને શસ્ત્ર પ્રણાલીઓ ખરીદવા માટે થાય છે.

આપણ વાચો: ‘350 ટકા ટેરિફની ધમકીથી મોદી-શરીફે મને ફોન કર્યો’: ટ્રમ્પનો ભારત-પાક યુદ્ધ અટકાવવા વિશે નવો દાવો

જે અમેરિકા માટે સીધો ખતરો છે.યુએસ વિદેશ અને નાણા મંત્રાલયોએ ગેરકાયદે ક્રુડ વેચાણ દ્વારા ઈરાની શાસનની ઘાતક પ્રવૃત્તિઓને નાણાં પૂરા પાડતા શિપિંગ નેટવર્ક્સ તેમજ ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠનોને શસ્ત્રો અને પુરવઠો મોકલતી એરલાઇન્સ અને તેમની સંકળાયેલી કંપનીઓ પર પ્રતિબંધો મુક્યા છે.

આરએન શિપ મેનેજમેન્ટ અને TR6 પેટ્રો ઇન્ડિયા એલએલપીનો સમાવેશ

અમેરિકાએ પ્રતિબંધોની યાદીમાં સામેલ ભારતીય નાગરિકો અને કંપનીઓમાં ઝાહિર હુસૈન ઇકબાલ હુસૈન સૈયદ, ઝુલ્ફીકાર હુસૈન રિઝવી સૈયદ, મહારાષ્ટ્ર સ્થિત આરએન શિપ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને પુણે સ્થિત TR6 પેટ્રો ઇન્ડિયા એલએલપીનો સમાવેશ થાય છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તે ભારત, પનામા અને સેશેલ્સ સહિત અનેક દેશોમાં સ્થિત કુલ 17 સંસ્થાઓ, વ્યક્તિઓ અને જહાજોને નિયુક્ત કરી રહ્યું છે. જે ઈરાનને પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના વેચાણમાં સામેલ છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button