ઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું ગોલ્ડન ડોમ માટે ગ્રીનલેન્ડ પર કબજો જરૂરી

વોશિંગ્ટન : અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરીને તેને કબજે લીધા બાદ હવે તેની નજર ગ્રીનલેન્ડ પર છે. જે અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરી છે અને જણાવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગ્રીનલેન્ડ જરૂરી છે. અમે જે ગોલ્ડન ડોમ બનાવી રહ્યા છીએ તેના માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ગ્રીનલેન્ડથી ઓછું કશું સ્વીકાર્ય નથી

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે, આપણે તેની માટે નાટોનું નેતૃત્વ કરવું પડશે. જો આપણે નહીં કરીએ, તો રશિયા કે ચીન કરશે અને તે થવાનું નથી. અમેરિકાની વિશાળ લશ્કરી તાકાત વિના જેમાંથી મોટાભાગની મેં મારા પહેલા કાર્યકાળ દરમિયાન બનાવી હતી અને હવે તેને ઉચ્ચ સ્તરે લાવી રહ્યો છું.

તેમજ નાટો અસરકારક બળ કે અવરોધક નહીં બને. અમેરિકા પાસે ગ્રીનલેન્ડ હોવાથી નાટો વધુ શક્તિશાળી અને અસરકારક બને છે. તેનાથી ઓછું કંઈ પણ સ્વીકાર્ય નથી. આ બાબત પર તમારા ધ્યાન બદલ આભાર

આપણ વાચો: ગ્રીનલેન્ડે માગી ભારતની મદદ: સાંસદે કહ્યું કે, “અમને અમેરિકાથી જોખમ છે”

ટ્રમ્પ ગ્રીનલેન્ડને અમેરિકાનો ભાગ માને છે

ડોનાલ્ડ ટ્રમ્પની આ ટ્વીટથી ગ્રીનલેન્ડ સહિત નાટો દેશોમાં ગભરાટ ફેલાયો છે. ટ્રમ્પે વર્ષ 2025 માં બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા બાદ જાહેરાત કરી હતી કે તેઓ ગ્રીનલેન્ડને અમેરિકાનો ભાગ માને છે અને તેને કબજે કરશે. આ પછી ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર નજર રાખી છે.

ટ્રમ્પે હવે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ગ્રીનલેન્ડથી ઓછું કંઈ સ્વીકારશે નહીં અને તે તેને કબજે કરશે. વેનેઝુએલા પર તાજેતરના હુમલા અને તેના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને લશ્કર દ્વારા બંધક બનાવીને અમેરિકા લઈ જવા પછી ટ્રમ્પે આ ચેતવણી આપી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button