‘ભગવાન મારી સાથે છે…’ ટ્રમ્પે હુમલાને બનાવ્યું ટ્રમ્પ કાર્ડ
મિલવૌકી: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) તેમના પર થયેલા હુમલાની ઘટનાને આગામી ચૂંટણી માટે ‘ટ્રંપ કાર્ડ’ તરીકે ઉપાયોગ કરી રહ્યા છે. શુક્રવારે મિલવૌકી(Milwaukee)માં રિપબ્લિકન નેશનલ કન્વેન્શન (RNC)ને સંબોધિત કરતા શનિવારે પ્રચાર રેલી દરમિયાન તેમના પર થયેલા હત્યાના પ્રયાસનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે હત્યાના પ્રયાસ વિશે વાત કરવી ખૂબ જ પીડાદાયક છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું આજે ખૂબ જ સુરક્ષિત અનુભવું છું, કારણ કે ભગવાન મારી સાથે છે. જો મેં છેલ્લી ક્ષણે મારું માથુ ફેરવ્યું ન હોત, તો ગોળી નિશાન પર લાગી હોત અને હું આજે રાત્રે તમારી સાથે ન હોત.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે ઝૂકીશું નહીં. હું રાષ્ટ્રપતિ પદ માટે મારું નામાંકન સ્વીકારું છું. મિલવૌકીમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં સમર્થકો સામે તેમણે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ટ્રંપે નોમિનેશન સ્વીકાર્યું હતું, ત્યારે સમર્થકોએ નારા લગાવ્યા હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિની આગામી ચૂંટણીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું આજે તમારી સમક્ષ આત્મવિશ્વાસ, શક્તિ અને આશાના સંદેશ સાથે ઉભો છું. હવેથી ચાર મહિના પછી, આપણને અકલ્પનીય જીત મળશે. અમે દરેક જાતિ, ધર્મ, રંગ અને સંપ્રદાયના નાગરિકો માટે સુરક્ષા, સમૃદ્ધિ અને સ્વતંત્રતાના નવા યુગની શરૂઆત કરીશું, જે આપણા સમાજમાં વિખવાદ અને વિભાજનને દૂર કરશે. હું અડધો અમેરિકાન નહીં, આખો અમેરિકાન રાષ્ટ્રપતિ બનવા માટે દોડી રહ્યો છું.
રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન પાર્ટી તરફથી સત્તાવાર ઉમેદવાર તરીકે તેમનું નામાંકન સ્વીકાર્યા પછી, ટ્રમ્પે પેન્સિલવેનિયામાં તેમની રેલી દરમિયાન હુમલો કેવી રીતે થયો તેનું વર્ણન કર્યું. તેમણે કહ્યું કે”મારી પાછળ જમણી બાજુએ એક મોટી સ્ક્રીન હતી જે બોર્ડર ક્રોસ કરતા લોકોની સંખ્યા દર્શાવે છે, ચાર્ટ જોવા માટે અને હું મારી જમણી તરફ જોવા ગયો. હું થોડો વળ્યો અને ગોળી ચાલી, હું ખૂબ નસીબદાર છું.”
ભૂતપૂર્વ યુએસ પ્રમુખે જણાવ્યું હતું કે “જોરથી ઘોંઘાટનો સાંભળ્યો અને લાગ્યું કે મારા જમણા કાનમાં કંઈક અથડાયું છે.”
તેમણે કહ્યું, “મેં મારી જાતને કહ્યું, ‘વાહ, આ શું હતું – એ ગોળી હોઈ શકે છે’ અને મારો જમણો હાથ મારા કાન સુધી લઈ ગયો, તેને નીચે લાવ્યો, તો મારો હાથ લોહીથી લથપથ હતો.”