ટ્રમ્પ ચીન પ્રત્યે નરમ પડ્યા? ટેરિફની સમયમર્યાદા આટલા દિવસ લંબાવી | મુંબઈ સમાચાર

ટ્રમ્પ ચીન પ્રત્યે નરમ પડ્યા? ટેરિફની સમયમર્યાદા આટલા દિવસ લંબાવી

વોશિંગ્ટન ડી સી: યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરીફ મામલે આક્રામક વલણ દાખવી રહ્યા છે, પરંતુ તેઓ યુસના મજબુત પ્રતિસ્પર્ધી ચીન પ્રત્યે નરમ વલણ દાખવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફની સમયમર્યાદા વધુ 90 દિવસ લંબાવી છે, ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે.

અગાઉ ચીન પર 12 ઓગસ્ટથી યુએસનો ટેરીફ લાગુ થવાનો હતી, હવે આ ડેડલાઇન વધારી છે. યુએસ સાથે ટ્રેડ ડીલ માટે થઇ રહેલી વાટાઘાટો બદલ ટ્રમ્પે ચીનની પ્રશંસા કરી હતી. ટ્રમ્પે કહ્યું, “જોઈએ કે શું થાય છે. તેઓ સારી રીતે કામ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને મારી સાથે અમારા ખૂબ સારા સંબંધો છે.”

ચીનથી યુએસમાં આયાત થતી પેદાશો પર 12 ઓગસ્ટે રાત્રે 12:01 વાગ્યાથી ટેરીફ લાગી થવાનો હતો. હવે અમેરિકા અને ચીન બંનેએ 10 નવેમ્બર રાત્રે 12:01 વાગ્યા સુધી ટેરિફ લાદવાનું મુલતવી રાખ્યું છે.

નોંધનીય છે કે એપ્રિલમાં યુએસ અને ચીને એકબીજા પર ટેરિફ ઝીંક્યો હતો, કેટલીક પેદાશો પર ટેરીફની ટકાવારી ત્રણ આંકડામાં પહોંચી હતી. ટ્રમ્પે ચીનની પેદાશો પર પર ટેરિફ વધારીને 145 ટકા કર્યો હતો. આ પછી, ચીને પણ યુએસ આયાત થતી પેદાશો પર 125 ટકા ટેરીફ લાદ્યો હતો. ત્યાર બાદ બંને પક્ષોએ જીનીવામાં વાટાઘાટો કરી હતી અને અસ્થાયી રૂપે ટેરીફ ઘટાડવા માટે સંમત થયા હતા. બંને દેશોના અધિકારીઓ જૂનમાં લંડનમાં પણ મળ્યા હતા.

આ પણ વાંચો…રશિયા પાસેથી ચીન પણ પેટ્રોલિયમ ખરીદે છે, તો ભારત સામે જ પગલા કેમ? ટ્રમ્પે આપ્યો આવો જવાબ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button