Donald Trump નું શું થશે, કોર્ટે દોષિત જાહેર કર્યા બાદ ચૂંટણી લડવા પર સવાલ
ન્યૂયોર્ક : અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને(Donald Trump) ન્યૂયોર્કની અદાલતે હશ મની(Hush money) કેસમાં દોષી ઠેરવ્યા છે. આ ગુનો દસ્તાવેજો સાથે છેડછાડ સાથે સંબંધિત હતો. આ છેડછાડ દ્વારા ટ્રમ્પે પોર્ન સ્ટાર્સને 2016ની ચૂંટણીમાં તેમની વિરુદ્ધ ન બોલવા માટે નાણાં આપીને ચૂપ કરાવી દીધા હતા. બે દિવસની સુનાવણી બાદ 12 સભ્યોની જ્યુરીએ ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં ટ્રમ્પને તમામ 34 ગુનાહિત મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ સાથે ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસમાં એવા પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે કે જેઓ અપરાધિક મામલામાં દોષી સાબિત થયા છે.
કેટલા વર્ષની સજા, શું રાષ્ટ્રપતિ જેલ જવાનું ટાળી શકશે?
11મી જુલાઈએ તેમને શું સજા આપવામાં આવશે તે અંગે નિર્ણય લેવામાં આવશે. વ્યાપાર સંબંધિત દસ્તાવેજો બનાવટી બનાવવાનો આરોપ લગાવનાર કોઈપણ વ્યક્તિને વધુમાં વધુ 4 વર્ષની જેલની સજા થઈ શકે છે. જો કે જો કોઈ વ્યક્તિ દોષી સાબિત થાય તો તેની સજા ઓછી પણ હોય શકે છે અથવા આરોપીને દંડ પણ કરવામાં આવે છે. તેમજ તેમને સજા સંભળાવતા પહેલા જેલમાં મોકલી શકાશે નહી. આમ તેમણે જેલની સજા થશે એ અંગે કોઇ સ્પષ્ટતા નથી.
ટ્રમ્પે કયા દસ્તાવેજો સાથે છેડછાડ કરી?
આ પણ વાંચો : “Super Tuesday”માં ડોનાલ્ડ ટ્રમ્પની બંપર જીત, ચૂંટણી જીતવાનો માર્ગ થયો મોકળો
પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ અનુસાર, તેમણે વર્ષ 2006માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. તે સમયે ટ્રમ્પે મેલાનિયા સાથે લગ્ન કર્યા હતા. જો કે ટ્રમ્પે હંમેશા આ આરોપોને નકારી કાઢ્યા છે. ટ્રમ્પ 2016ની ચૂંટણી દરમિયાન જાતીય સતામણીના આક્ષેપનો સામનો કરી રહ્યા હતા. તે જ સમયે, માઇકલ કોહેન દ્વારા તેને સત્ય જાહેર ન કરવા માટે અંદાજે એક કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. ટ્રમ્પે આ આરોપોને સાબિત કરવા સંબંધિત દસ્તાવેજો સાથે છેડછાડ કરી છે.
શું હશે અમેરિકા અને ટ્રમ્પનું ભવિષ્ય?
અમેરિકા એક એવો દેશ જેણે સમગ્ર વિશ્વને બંધારણ અને લોકશાહીના સિદ્ધાંતોનો પરિચય કરાવ્યો. આજે એ જ દેશના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને 34 અપરાધિક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ નિર્ણય અમેરિકાની રાજનીતિ પર કેવી અસર કરે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે યુએસ બંધારણમાં કોઈ ગુનાહિત રેકોર્ડ પ્રતિબંધો નથી. આ કારણથી ટ્રમ્પ દોષિત હોવા છતાં ચૂંટણી લડી શકે છે. જો તે ચૂંટણી જીતી જાય તો રાષ્ટ્રપતિ પણ બની શકે છે.