ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Washington DC Airplane Crash અંગે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન; પોટોમેક નદી પાસે ખાબક્યું પ્લેન

વોશિંગ્ટન ડીસીના રીગન ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક અમરિકાન એરલાઈન્સનું પેસેન્જર વિમાન યુએસ મિલિટરી બ્લેક હોક હેલિકોપ્ટર સાથે અથડાયું અને પોટોમેક નદી કિનારે (Washington DC Airplane Crash) ક્રેશ થયું. વિમાનમાં 64 લોકો સવાર હતાં. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને આ દુર્ઘટના અંગે માહિતી આપી છે. મેટ્રોપોલિટન પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં કોઈ જાનહાનિની પુષ્ટિ થઈ નથી. ડીસીમાં પોટોમેક નદી પર બચાવ કામગીરી ચાલુ છે.

આ પણ વાંચો: વોશિંગ્ટનમાં વિમાન દુર્ઘટના; અમેરિકન એરલાઇન્સનું વિમાન હેલિકોપ્ટર સાથે અથડાયું

ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન:

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) આ ઘટના અંગે એક નિવેદન બહાર પાડ્યું છે, તેમણે કહ્યું કે, મને રીગન નેશનલ એરપોર્ટ પર થયેલા ભયાનક અકસ્માત વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે. અમારા ફર્સ્ટ રિસ્પોન્ડરસ દ્વારા કરવામાં આવી રહેલા અદ્ભુત કાર્ય બદલ આભાર. હું પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું અને જેમ જેમ પરિસ્થિતિ ઊભી થશે તેમ તેમ વધુ વિગતો આપીશ.

નવા સંરક્ષણ સચિવ પીટ હેગસેથે કહ્યું કે પેન્ટાગોન પણ પરિસ્થિતિ પર સક્રિયપણે નજર રાખી રહ્યું છે.

64 લોકો સવાર:

અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 5342 માં 60 પેસેન્જર્સ અને 4 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. ફ્લાઈટે કેન્સાસના વિચિટાથી ટેકઓફ કર્યું હતું. વ્હાઇટ હાઉસે પુષ્ટિ આપી છે કે આ ઘટનામાં એક મિલિટરી હેલિકોપ્ટર સામેલ હતું. બિનસત્તાવાર માહિતી મુજબ કે હેલિકોપ્ટરમાં ત્રણ યુએસ આર્મીના જવાનો સવાર હતા.

ફ્લાઈટ ઝડપની નીચે આવી:

ફ્લાઈટના રેડિયો ટ્રાન્સપોન્ડરના ડેટા અનુસાર, ફ્લાઇટ પોટોમેક નદી પરથી પસાર થઇ રહી હતી ત્યારે ઝડપથી નીચે આવી ગઈ હતી.

પોટોમેક નદી નજીક શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button