ડોનાલ્ડ ટ્રમ્પે ક્યા દેશના પ્રમુખને ડ્રગ માફિયા ગણાવીને મૂકી દીધો પ્રતિબંધ ?
Top Newsઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પે ક્યા દેશના પ્રમુખને ડ્રગ માફિયા ગણાવીને મૂકી દીધો પ્રતિબંધ ?

વોશિંગ્ટન : અમેરિકા અને લેટીન અમેરિકા વચ્ચે ડ્રગ્સ દાણચોરી મુદ્દે સતત તણાવ વધી રહ્યો છે. જેમાં અમેરિકાએ કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રો પર પ્રતિબંધોની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગુસ્તાવો પેટ્રો પર કોલંબિયાથી અમેરિકામાં કોકેનની દાણચોરી રોકવા માટે નક્કર પગલાં ન લેવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત ટ્રમ્પે ગુસ્તાવો પેટ્રોને ડ્રગ માફિયા પણ ગણાવ્યા છે.

અમેરિકા પર નિર્દોષ લોકોની હત્યા કરવાનો આરોપ

જયારે ગુસ્તાવો પેટ્રોએ અમેરિકા પર કેરેબિયન સમુદ્રમાં હવાઈ હુમલા કરીને નિર્દોષ લોકોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો. ગુસ્તાવો પેટ્રો કાર્યકાળને હવે ફક્ત 10 મહિના બાકી છે. તેમજ તે લાંબા સમયથી યુએસ લશ્કરી હુમલાઓનો વિરોધી છે. તેમના દ્વારા શાંતિ વાટાઘાટો અને શરણાગતિ કરારો દ્વારા કોલંબિયાના છ દાયકા લાંબા સંઘર્ષનો અંત લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

colombian president gustavo petro

આંતરરાષ્ટ્રીય જળ સરહદમાં શંકાસ્પદ જહાજો પર હુમલો

છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકા અને લેટિન અમેરિકન દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. અમેરિકન સૈન્યએ દક્ષિણ કેરેબિયન ક્ષેત્રમાં તેની પ્રવૃત્તિઓ વધારી દીધી છે, આંતરરાષ્ટ્રીય જળ સરહદમાં શંકાસ્પદ જહાજો પર હુમલો કર્યો છે જેના પર અમેરિકાનો દાવો છે કે તેઓ ડ્રગ્સ લઈ રહ્યા છે. જોકે, તેણે હજુ સુધી આના કોઈ નક્કર પુરાવા આપ્યા નથી.

અમેરિકા ડ્રગ્સની હેરાફેરીને સહન નહી કરે

અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે જણાવ્યું હતું કે,રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રો સત્તામાં આવ્યા ત્યારથી કોલંબિયામાં કોકેનનું ઉત્પાદન દાયકાઓમાં તેના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયું છે. આના કારણે અમેરિકામાં ડ્રગ્સની દાણચોરી કરવામાં આવી રહી છે. જયારે નાગરિકો તેનો ભોગ બની રહ્યા છે. ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કડક પગલાં લીધા છે અને સ્પષ્ટ કર્યું છે કે અમે કોઈપણ કિંમતે ડ્રગ્સની હેરાફેરીને સહન નહી કરીએ.

આ પણ વાંચો…એકસ્ટ્રા અફેરઃ ટ્રમ્પનો ડ્રગ્સ રિપોર્ટ, ભારત માટે ખતરાની ઘંટડી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button