
વોશિંગ્ટન ડીસી: બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રમાં સંબોધન (Donald Trump addresses US congress) આપ્યું હતું. આ દરમિયાન વક્તવ્યની શરૂઆત તેમણે કહ્યું કે અમેરિકા ઈઝ બેક. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, મેં 43 દિવસ પહેલા દેશનો કાર્યભાર સંભાળ્યો ત્યારે એક નવા યુગની શરૂઆત થઈ હતી. અમારી સરકાર છેલ્લા 43 દિવસથી આ દિશામાં કામ કરી રહી છે.
Also read : ચીન, કેનેડા અને મેક્સિકોએ યુએસ પર ટેરીફ લાદ્યો; વૈશ્વિક અર્થતંત્ર પર પડશે ગંભીર અસર…
બાઈડેનની ટીકા:
ટ્રમ્પે અગાઉની જો બાઈડેનની આગેવાની હેઠળની ડેમોક્રેટ સરકાર પર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે બાઈડેન અમેરિકન ઇતિહાસના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ હતા. તેમના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર ઘૂસણખોરીમાં વધારો થયો હતો. ટ્રમ્પે કહ્યું કે અમે ગેરકાયદેસર ઘૂસણખોરી અટકાવી દીધી છે. ઇમિગ્રેશન મુદ્દાઓ પર ખૂબ નિયંત્રણ રાખ્યું. અમેરિકા યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. અમેરિકાનો વિશ્વાસ અને આદર ફરી સ્થાપિત થયો છે.
હવે મોટા સપના જોવાનો સમય:
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “આપણે અમેરિકન અર્થતંત્રને બચાવવાનું છે. હવે મોટા સપના જોવાનો સમય છે. અર્થતંત્રને મજબૂત બનાવવું એ પ્રાથમિકતા રહેશે, અને અમેરિકાને મારામાં વિશ્વાસ છે. અમેરિકામાં, તમારું કામ તમને આગળ લઈ જશે, તમારી જાતિ કે રંગ નહીં.”
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “હવે ફક્ત બે જ લિંગ રહેશે – પુરુષ અને સ્ત્રી. મેં પુરુષોને મહિલાઓની રમતો રમવા પર પ્રતિબંધ મૂક્યો છે. મેં થોડા દિવસ પહેલા અંગ્રેજીને એકમાત્ર સત્તાવાર ભાષા બનાવી છે. ગલ્ફ ઓફ મેક્સિકોને ગલ્ફ ઓફ અમેરિકાનું નામ આપ્યું છે.”
મસ્કના વિભાગના વખાણ:
ટ્રમ્પે કહ્યું, “અમે નક્કી કર્યું છે કે દરેક નવા નિર્ણય લઈશું ત્યારે અગાઉના 100 જૂના નિર્ણયો રદ કરવામાં આવશે. DOGE ખૂબ સારું કામ કરી રહ્યું છે. અમે ખરાબ નીતિઓ નાબૂદ કરી છે. ભ્રષ્ટ આરોગ્ય નીતિઓ પણ નાબૂદ કરવામાં આવી છે.”
Also read : ટ્રમ્પે છેડો ફાડ્યો તો યુક્રેનને મળ્યો બ્રિટન અને ફ્રાન્સનો ટેકો; કાયમી શાંતિ માટે પ્રયાસ…
ટ્રમ્પના સંબોધન પછી, ડેમોક્રેટ્સ રાષ્ટ્રપતિ સામે વિરોધ નોંધાવશે. તેમનો વિરોધ કરવા માટે ડેમોક્રેટિક સેનેટર એલિસા સ્લોટકિનને નોમીનેટ કરવામાં આવી છે.