ઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પ હવે વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ? સોશિયલ મીડિયા પર કરી આવી પોસ્ટ

વોશીંગ્ટન ડી સી: તાજેતરમાં યુએસએ દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલાના પાટનગર કરાકાસ પર હુમલો કરીને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીનું અપહરણ કર્યું હતું. વેનેઝુએલામાં સત્તા અંગે ખેંચતાણ ચાલી રહી છે, એવામાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને વેનેઝુએલાનાં કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક સ્ક્રિન શોટ શેર કર્યો છે.

ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે વિકિપીડિયા પર પોતાનાં પેજનો એક સ્ક્રિન શોટ શેર કર્યો છે. જેમાં ટ્રમ્પને “વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ” ગણાવવામાં આવ્યા છે. જો કે આ ઈમેજ એડિટ કરેલી છે, વીકીપીડીયા પર ટ્રમ્પના પેજ પર આવી કોઈ માહિતી નથી.

નોંધનીય છે ટ્રમ્પ સોશિયલ મીડિયા પર આવી મજાક કરતા રહે છે. ગત વર્ષે પોપ ફ્રાન્સિસના અવસાન બાદ નવા પોપ ચૂંટવા માટે કોન્કલેવ ચાલી રહ્યો હતો ત્યારે ટ્રમ્પે પોતાને પોપ તરીકે દર્શાવતો ફોટો શેર કર્યો હતો.

ટ્રમ્પ અગાઉ અનેક વાર કહી ચુક્યા છે કે જ્યાં સુધી સત્તાનું સુરક્ષિત, યોગ્ય અને ન્યાયી હસ્તાંતરણ સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી વેનેઝુએલાની સરકાર યુએસ ચલાવશે. વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે ડેલ્સી રોડ્રિગ્ઝને વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કર્યા. ટ્રમ્પે પણ માદુરોના ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને સત્તા સંભાળવાની મંજૂરી આપી હતી.

ટ્રમ્પે એવી પણ ધમકી આપી હતી કે જો માદુરોના નજીકના નેતા તેમની માંગણીઓ મુદ્દે સહકાર નહીં આપે, તો વેનેઝુએલા સામે વધુ લશ્કરી કાર્યવાહી કરવામાં આવી શકે છે.

દરમિયાન, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ જણાવ્યું કે યુએસએ વેનેઝુએલામાં શાસન માટે થ્રી-સ્ટેપની યોજના બનાવી છે.

આ પણ વાંચો…ઈરાનના લશ્કરી ઠેકાણાઓ પર અમેરિકી એરસ્ટ્રાઈકનો પ્લાન તૈયારઃ અહેવાલ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button