ઇન્ટરનેશનલનેશનલ

દાઉદ ઈબ્રાહિમના કેટલા નામ છે, ખબર છે?

મુંબઈ: દુનિયાના ખુંખાર આતંકવાદીઓએ વિભિન્ન દેશની તપાસ એજન્સીને બચવા માટે નામ બદલ્યા હતા. આ આતંકવાદીઓ દેશમાં અલગ અલગ નામથી ઓળખાય છે. આ આતંકવાદીઓએ એક નહીં અનેક નામ રાખ્યા છે, જેમાં દસથી પંદર સુધી પહોંચી ગયા છે.

આવા અનેક વખત નામ બદલેલા આતંકવાદીઓની યાદી ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (યુએપીએ) હેઠળ જાહેર કરવામાં આવી છે, જેમાં હાફિઝ સઇદ અને દાઉદ ઇબ્રાહિમ જેવા 31 આતંકવાદી નામ ઓળખ બદલીને બીજા દેશોમાં રહે છે. આ યાદીમાં હાફિઝ સઇદે નવ વખત તો દાઉદે 22 વખત પોતાનું નામ બદલ્યું હતું.

તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે દાઉદે 22 અલગ અલગ નામનો ઉપયોગ કરી સુરક્ષા એજન્સીથી બચીને રહ્યો હતો, પણ હવે નવા નામનો ખુલાસો કરવામાં આવ્યો છે. દાઉદે બદલેલા નામોમાં દાઉદ ઈબ્રાહીમ કાસકર, દાઉદ હસન શેખ કાસકર, દાઉદ ભાઈ, દાઉદ સબરી, ઈકબાલ શેઠ, બડા પટેલ, દાઉદ ઈબ્રાહિમ, શેખ દાઉદ હસન, અબ્દુલ હમીદ અબ્દુલ અઝીઝ, અનીસ ઈબ્રાહિમ, અઝીઝ દિલીપ, દાઉદ હસન શેખ ઈબ્રાહીમ કાસકર, દાઉદ ઈબ્રાહિમ મેમન કાસકર, દાઉદ હસન ઈબ્રાહિમ કાસકર, દાઉદ ઈબ્રાહિમ મેનન, કાસકર દાઉદ હસન, શેખ મોહમ્મદ ઈસ્માઈલ અબ્દુલ રહેમાન, દાઉદ હસન શેખ ઈબ્રાહિમ, દાઉદ ભાઈ લો કવોલીટી, ઈબ્રાહિમ શેખ મોહંમદ અનીસ, શેખ ઈસ્માઈલ અબ્દુલ, શેખ ફારૂખી અને ઈકબાલ ભાઈ વગેરેનો નામનો સમાવેશ થાય છે.

દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનમાં ઝેર આપવામાં આવ્યું છે અને તે હાલમાં કરાચીની હોસ્પિટલમાં દાખલ છે, એવા સમાચારોની ચર્ચા છે. જોકે, આ સમાચારને લઈને પાકિસ્તાનમાં ઇન્ટરનેટની સવાઓ બંધ કરવામાં આવી છે, તો ભારતમાં સોશિયલ મીડિયા પર આ મુદ્દો ટ્રેન્ડિંગ બન્યો છે. પણ દાઉદ વિશે કોઈ પણ સત્તાવાર સમાચાર પાકિસ્તાન સરકાર તરફથી આપવામાં આવ્યા નથી

દાઉદ સિવાય તપાસ એજન્સીએ જારી કરેલી યાદીમાં બીજા એક મોસ્ટ વોન્ટેડ ગુનેગારનું નામ મૌલાના મસુદ અઝહરનું છે, જે મૌલાના મહમૂદ મસૂદ અઝહર અલ્વી અને વિલા આદમ ઈસા તરીકે પણ ઓળખાય છે. બીજું નામ મુંબઈમાં 26/11 આતંકવાદી હુમલાના માસ્ટર માઇંડ આતંકવાદી જુથ જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ મોહમ્મદ સઈદનું છે, જે નવ જુદા જુદા નામે દુનિયામાં ઓળખાય છે. હાફિઝ સઈદ તેના આ નામ સિવાય હાફિઝ મોહમ્મદ સાહેબ, હાફિઝ મોહમ્મદ સૈયદ, હાફિઝ મોહમ્મદ અને મોહમ્મદ સઈદ વગેરે નામોથી ઓળખાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button