ઇન્ટરનેશનલસ્પેશિયલ ફિચર્સ

માતા-પિતાથી અલગ દેખાતી હતી દીકરી, DNA Test કરાવ્યું જે રિઝલ્ટ આવ્યું એ જોઈને…

વિદેશમાં છેલ્લાં થોડાક સમયથી એક ટેસ્ટનું ચલણ વધી ગયું છે અને આ ટેસ્ટનું નામ છે ડીએનએ ટેસ્ટ. એક સમય હતો કે જ્યારે આ ટેસ્ટ માટે ખૂબ જ મહેનત કરવી પડતી હતી, પરંતુ હવે આ ખૂબ જ સરળ થઈ ગયું છે. હવે તો જરાય એવી શંકા આવે તો તરત જ ડીએનએ ટેસ્ટ કરાવી લે છે અને રિઝલ્ટ જોવા માટે આતુર પણ હોય છે. પરંતુ વિચારો કે આ રિઝલ્ટ જ્યારે તમારી ઈચ્છા પ્રમાણેનું ના નીકળે ત્યારે શું થાય? આવું જ કંઈક એક યુવતી સાથે થયું. આ યુવતી પોતાના માતા-પિતા કરતાં અલગ દેખાતી હતી અને એટલે જ તેણે ડીએનએ ટેસ્ટ કરાવ્યું અને જે રિઝલ્ટ આવ્યું એ જોઈને યુવતી ચોંકી ગઈ, ચાલો જોઈએ આખરે એવું તે શું થયું-

આ પણ વાંચો: તમે પણ બેંકને કોલ કરી રહ્યા છો? થઈ જાવ સાવધાન નહીંતર…

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ઉત્તરી ચીનમાં રહેતી એક યુવતીએ પોતાની માતા-પિતાથી અલગ દેખાડી હતી અને તેને હંમેશા પોતાના લૂક્સને કારણે જાત જાતની વાતો સાંભળવી પડતી હતી. આ જ કારણે તેણે મજાક-મજાકમાં એક દિવસ ડીએનએ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું જે રિઝલ્ટ આવ્યું એ જોઈને યુવતી આઘાતમાં સરી પડી હતી.

24 વર્ષની આ યુવતીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે મને ઓફિસમાં હંમેશા લોકો કહેતાં હતા કે હું ઉત્તરી ચીનની લાગતી જ નથી, કારણ કે મારું નાક અને હોઠ બંને મોટા છે જેને કારણે તે બધાથી અલગ લાગું છું. જોકે, યુવતી હંમેશાથી શિનશિયાંગમાં રહી છે પણ તેમ છતાં તેની આસપાસના લોકો તેને કહેતાં કે તું દક્ષિણ ચીનના લોકો જેવી લાગી છે. યુવતીએ પોતાના મા-બાપને આ વિળે પૂછ્યું પણ તેઓ પણ ખાસ કંઈ સંતોષકારક ઉત્તર આપી શક્યા નહીં અને તેણે પોતાનું ડીએનએ ટેસ્ટ કરાવ્યું.

આ પણ વાંચો: રૂ. 6970 કરોડ હજુ પણ લોકો પાસે… RBI નું રૂ. 2000 ની નોટ પર અપડેટ

ડીએનએ ટેસ્ટ તો યુવતીએ મજાકમાં કરાવ્યું હતું, પરંતુ જે રિઝલ્ટ આવ્યું એ વિચિત્ર હતું. યુવતી અને તેના માતા-પિતાનું ડીએનએ અલગ હતું. તેનો સંબંધ ગુઆંક્શી પ્રોવિંસ સાથે હતો, અને હેનાન સાથે તેનો કોઈ સંબંધ હતો. જેવા આ સમાચાર સામે આવ્યા એટલે ગુઆંક્શીની એક મહિલાએ સામે આવી અને તેણે દાવો કર્યો કે આ યુવતી તેની દીકરી છે જેને તેણે 24 વર્ષ પહેલાં ખોઈ દીધી હતી.

સોશિયલ મીડિયા પર હાલમાં આ ઘટના ખૂબ જ વાઈરલ થઈ રહી છે અને લોકો યુવતીને બાયોલોજિકલ માતા-પિતા મળ્યા એ માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button