પાંચ હજાર વર્ષ પહેલા સૌ પ્રથમ અહી ઉજવાઇ હતી દિવાળી…

આજે દિવાળીનું પર્વ છે હજારો વર્ષોથી દિવાળી ઉજવીયે છીએ તેનો ઉલ્લેખ સ્કંદ પુરાણના એક એક શ્ર્લોક દ્વારા જાણવા મળે છે “મદ્રજયે યે દીપનાનમ ભુવિ કુર્વન્તિ માનવઃ જેનો મતલબ થાય છે કે અગાઉ મદ્રા રાજ્યના લોકોએ દીવો દાન કર્યો હતો એટલે કે દીવા પ્રગટાવ્યા હતા. અહીં જે મદ્રા રાજ્યની વાત કરી રહ્યા છીએ તે હવે તક્ષશિલા અને પાકિસ્તાનના કબજા હોઠળના કાશ્મીરની વચ્ચે આવેલું સ્થળ છે. એવું માનવામાં આવે છે કે જ્યારે રાક્ષસ રાજા બલીને દીવાઓના દાનની જાણ થઈ ત્યારે તેણે પોતાના શાસનમાં દીવા પ્રગટાવવાની પરંપરા શરૂ કરી હતી.
સિંધુ ખીણની સંસ્કૃતિ પહેલા ચોથી સહસ્ત્રાબ્દીની આસપાસ લગભગ 5 હજાર વર્ષ પહેલાં માટીના દીવાઓના ઉપયોગના પુરાવા મળ્યા છે. સૌ પ્રથમ સિંધુ ખીણમાં ખોદકામ દરમિયાન મેહરગઢમાં પુરાતત્વ વિભાગની ટીમ દ્વારા પ્રાચીન માટીના દીવા મળી આવ્યા હતા. બાદમાં જ્યારે કાર્બન ડેટિંગ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે આ દીવા લગભગ 5 હજાર વર્ષ જૂના છે. આ ઉપરાંત આવી ઘટના ભારતના સાંગલમાં પણ બની છે. ત્યાં 2500 વર્ષ પહેલાના મૌર્ય કાળના દીવા મળી આવ્યા હતા.
આખો દેશ આજે એટલે કે 12 નવેમ્બરના રોજ દિવાળીની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે શનિવારે 11 નવેમ્બરના રોજ અયોધ્યામાં દિવાળીના અવસર પર દીવા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. દિવાળીમાં દરેકના ઘરમાં લક્ષ્મી અને ગણેશની પૂજા કરવામાં આવે છે, અને લોકો પોતાના ઘરોને રંગબેરંગી રોશનીથી શણગારે છે. તેમજ લોકો દીવા અને ફટાકડા ફોડીને આ તહેવારની ઉજવણી કરે છે.
પ્રકાશના આ તહેવારનો ઉલ્લેખ હિંદુ ગ્રંથો સ્કંદપુરાણ અને અગ્નિપુરાણમાં કરવામાં આવ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે ત્રેતાયુગ પછી દ્વાપર યુગથી પાંચ દિવસ સુધી દિવાળી મનાવવામાં આવી રહી છે. દિવાળી મનાવવાની પરંપરા 5000 વર્ષ જૂની છે. સ્કંદ પુરાણના કાર્તિક માહાત્મ્યમાં ભગવાન કૃષ્ણે દીવાને સૂર્યનો અંશ ગણાવ્યો છે.