બ્રિટનના વિદેશ મંત્રાલય પર સાબયર હુમલો! હજારો ગુપ્ત દસ્તાવેજો ચોરાયા, ચીન પર લાગ્યો આરોપ

લંડનઃ બ્રિટનના વિદેશ મંત્રાલય પર મોટો સાયબર હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સાયબર હુમલામાં ચીની હેકર્સનો હાથ હોવાનો બ્રિટને આરોપ લગાવ્યો છે. ચીની હેકર્સે બ્રિટનના વિદેશ કાર્યાલયમાં જ્યા સંવેદનશીલ દસ્તાવેજો રાખવામાં આવેલા હતા તે વિભાગો પર સાયબર હુમલો કર્યો હતો. આ ઘટના અંગે બ્રિટન દ્વારા સત્તાવાર રીતે નિવેદન જાહેર કરવામાં આવ્યું છે અને ચીનની આલોચના કરીને ગંભીર આરોપો લગાવવામાં આવ્યાં છે.
બ્રિટનના વેપાર પ્રધાન ક્રિસ બ્રાયન્ટે સાયબર હુમલા અંગે શું કહ્યું?
આ સાયબર હુમલા અંગે બ્રિટનના વેપાર પ્રધાન ક્રિસ બ્રાયન્ટે જણાવ્યું છે કે, આ હુમલા પાછળ કોનો જવાબદાર છે તેની હજી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. જો કે, સૂત્રોનું કહેવું છે કે, સ્ટોર્મ-1849 નામના ચીની હેકર્સના એક જૂથે વિદેશ કાર્યાલયના સર્વર્સને નિશાન બનાવીને વિઝા વિગતો સંબંધિત માહિતી મેળવીને હજારો ગુપ્ત દસ્તાવેજો અને ડેટાની ચોરી કરી લીધી હતી. આ સાયબર હુમલો બે મહિના પહેલા થયો હતો. જેની બ્રિટનને સરકારને ઓક્ટોબરમાં ખબર પડી ગઈ હતી અને કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

બ્રિટનના હજારો ગુપ્ત દસ્તાવેજો અને ડેટાની ચોરી
વિગતે વાત કરીએ તો, માર્ક્સ એન્ડ સ્પેન્સર, જગુઆર લેન્ડ રોવર અને બ્રિટિશ લાઇબ્રેરી જેવા સ્થળો પર પર મોટા સાયબર હુમલાઓ થયો હતા. વિદેશ મંત્રાલય પર થયેલા હુમલા અંગે ક્રિસ બ્રાયન્ટે કહ્યું કે, આ બધી બાબતો અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમને સંભાળવી, જાગૃત રખવા અને શક્ય હોય ત્યાં અટકાવવાની જરૂરી છે. હેકર્સે હજારો દસ્તાવેજોની ચોરી કરી છે, પરંતુ તેમાં કેટલા અને કયાં પ્રકારના દસ્તાવેજો છે તેની કોઈ ચોક્કસ વિગતો શેર કરવામાં આવી નથી.
સરકાર દેશની રક્ષા કરવામાં નિષ્ફળ રહી હોવાનો વિપક્ષનો આરોપ
આ સાયબર હુમલાના કારણે બ્રિટન અત્યારે ચિંતિત છે. એટલું ન નહીં પરંતુ કેટલાક તેને ટેક્નિકલ સમસ્યા માની રહ્યાં છે તો કેટલાક ચીની હેકર્સનો સાબયર હુમલો માની રહ્યાં છે. ક્રિસ બ્રાયન્ટનું કહેવું છે કે, હું આ મામલે અફવા ફેલવવા માંગતો નથી. અત્યારે સ્થિતિ કાબૂમાં છે. હજી સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી થયું કે સાયબર હુમલો ક્યાંથી થયો છે? મુદ્દાની વાત એ પણ છે કે, બ્રિટનની વિપક્ષી પાર્ટીએ આને ચીનનો સાબયર હુમલો ગણાવ્યો છે અને સરકાર દેશની રક્ષા કરવામાં નિષ્ફળ રહી હોવાનો આરોપ પણ લગાવ્યો છે. વિપક્ષે કહ્યું કે, ચીન આપણી સુરક્ષા, સંસ્થાઓ, લોકતંત્રને કમજોર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ સરકાર તેને રોકવામાં નિષ્ફળ રહી છે.



