યુરોપમાં અનેક દેશામાં એરપોર્ટ પર થયો સાયબર હુમલો, હજારો મુસાફરો અટવાયા…

બ્રસેલ્સ, બેલ્જિયમઃ યુરોપના અનેક દેશોના એરપોર્ટને ટાર્ગેટ કરીને સાયબર હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ, બ્રિટનની રાજધાની લંડનમાં હીથ્રો એરપોર્ટ અને જર્મનીની રાજધાની બર્લિન જેવા એરપોર્ટ પર સાયબર હુમલો કરવામાં આવ્યો છે.
જેના કારણે અનેક ફ્લાઇટ્સને અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે. મળતી જાણકારી પ્રમાણે અનેક ફ્લાઇટ્સને રદ કરવામાં આવી હતી, જ્યારે કેટલીક ફ્લાઇટને ડીલે પણ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ચેક-ઇન અને બોર્ડિંગ સિસ્ટમને ટાર્ગેટ કરવામાં આવી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ સાયબર હુમલામાં ચેક-ઇન અને બોર્ડિંગ સિસ્ટમ ચલાવતી સેવા પ્રદાતાને નિશાન બનાવવામાં આવી હતી. શુક્રવારે રાત્રે સાયબર હુમલો કરવામાં આવ્યો જેના કારણે ઓટોમેટેડ સિસ્ટમો બંધ થઈ ગઈ હતી.
આ મામલે એરપોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે, 19મી સપ્ટેમ્બરની રાત્રે એરપોર્ટની સેવાઓ પર સાયબર હુલમો કરવામાં આવ્યો હતો, જેના કારણે ચેક-ઇન અને બોર્ડિંગ સિસ્ટમ માટે જવાબદાર છે, જેનાથી બ્રસેલ્સ એરપોર્ટ સહિત અનેક યુરોપિયન એરપોર્ટ પ્રભાવિત થયા હતાં.
એરપોર્ટ પહોંચતા પહેલા પોતાની ફ્લાઇટ અંગે જાણી લેવા નિર્દેશ
લંડનના હીથ્રો એરપોર્ટ દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી હતી કે, લાંબી યાત્રા વાળા યાત્રીઓ ત્રણથી વધારે જ્યારે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે એરપોર્ટ પર બે કલાકથી વધુ વહેલા પહોંચવું નહીં.
વધુમાં એરપોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે, જ્યા સુધી અમે તમામ સ્થિતિને કાબૂમાં ના કરી લઈએ ત્યારે પોતાના યાત્રા કરતા પહેલા પોતાની ફ્લાઇટની વિગત જાણી લેવી. વિક્ષેપ ઓછો કરવા માટે ચેક-ઇન વિસ્તારોમાં વધારાના સ્ટાફને રાખવામાં આવ્યો છે, જેથી યાત્રીઓને કોઈ મુશ્કેલી ના વેઠવી પડે’.
સેવાઓ ફરી ક્યારે શરૂ થશે તેનો કોઈ અંદાજ નથી
યુરોપમાં અનેક એરપોર્ટ દ્વારા મુસાફરોને આવી સૂચના આપવામાં આવી છે. ચેક-ઈન વિસ્તારમાં લોકોને વધારે રાહ જોવી પડશે તેવું કહેવામાં આવ્યું છે. બર્લિન એરપોર્ટ દ્વારા આ સુચના આપવામાં આવી છે.
વધુમાં બર્લિન એરપોર્ટે કહ્યું કે, અમારી ટીમો સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવા માટે કામ કરી રહી છે’. જોકે, અધિકારીઓ અને એરલાઇન્સે સેવાઓ સંપૂર્ણપણે ફરી શરૂ કરવા માટે કોઈ સમયમર્યાદા આપી નથી. જેના કારણે મુસાફરો હેરાન થઈ રહ્યાં હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ પણ વાંચો…ટ્રમ્પનો ભારતને વધુ એક ફટકો, H1 B વિઝા માટે હવે વાર્ષિક 90 લાખની અધધધ ફી