આ દેશની ક્રાઉન પ્રિન્સેસના દીકરા પર બળાત્કાર સહિત 32 ગુનાનો કેસ, 10 વર્ષની જેલની સજા થઇ શકે છે | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

આ દેશની ક્રાઉન પ્રિન્સેસના દીકરા પર બળાત્કાર સહિત 32 ગુનાનો કેસ, 10 વર્ષની જેલની સજા થઇ શકે છે

ઓસ્લો: સત્તા પર બેઠેલા અને રાજકીય વગ ધરાવતા લોકો ગુનો કરીને પણ કાયદાકીય કાર્યવાહીથી બચી જવાના કિસ્સા સામે લોકો રોષ ઠાલવતા હોય છે. એવામાં નોર્વેમાં એક દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે. નોર્વેના ક્રાઉન પ્રિન્સેસના દીકરા મારિયસ બોર્ગ હોઇબી (Marius Borg Høiby) પર બળાત્કારના ચાર સહીત કુલ 32 ગુનાઓમાં આરોપ મૂકવામાં આવ્યો છે, આ મામલે તેને કોર્ટમાં હાજર કરી સામાન્ય નાગરિકની જેમ સુનાવણી હાથ ધરવામાં આવશે.

બોર્ગ હોઇબીની ઉંમર 28 વર્ષની છે. તેની પ્રેમિકા પર હુમલો કરવાના આરોપમાં મારિયસ બોર્ગ હોઇબીની ગત વર્ષે 4 ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી, ત્યાર બાદ તેની પુછપરછ અને તપાસ શરુ કરવામાં આવી હતી.

મારિયસ બળાત્કારના તેની એક્સ ગર્લફ્રેન્ડ સાથે મારપીટ અને અન્ય મહિલાઓ સામે બાળાત્કાર સહિતના આરોપો લાગવવામાં આવ્યા છે. તેના પર કેટલીક મહિલાઓના અશ્લીલ વિડીયો બનાવવાનો પણ આરોપ છે. જો દોષિત ઠરે તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

શાહી પરિવારનું નિવેદન:

મારિયસના વકીલે બલાત્કારના આરોપો નકારી કાઢ્યા છે. તેમને કહ્યું કે,”મારા ક્લાયન્ટ જાતીય શોષણના તમામ આરોપો તેમજ હિંસા સંબંધિત મોટાભાગના આરોપોને નકારી કાઢે છે. વધુ માહિતી કોર્ટ સમક્ષ વિગતવાર રજુ કરવામાં આવશે.”

અહેવાલ મુજબ, મારિયસ કેટલાક ઓછા ગંભીર આરોપો માટે દોષ સ્વીકારવા તૈયાર છે, પરંતુ બળાત્કાર અને ઘરેલુ હિંસા અંગેના આરોપો સાથે સહમત નથી.

શાહી પરિવારના સભ્ય પર લાગેલા ગંભીર આરોપોને કારણે દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. નોર્વેના શાહી પરિવારે એક નિવેદનમાં કહ્યું, “આ કેસની સુનાવણી કરવી અને ચુકાદો આપવો લેવો તે કોર્ટ પર નિર્ભર છે.”

કોણ છે મારિયસ?

મારિયસનો જન્મ પ્રિન્સેસ મેરિટના પહેલા લગ્નથી થયો હતો. મારિયસ ચાર વર્ષનો હતો ત્યારે તેની માતા મેરિટે નોર્વેના ક્રાઉન પ્રિન્સ હાકોન સાથે બીજા લગ્ન કર્યા હતા. ક્રાઉન પ્રિન્સ સાથે લગ્ન બાદ ક્રાઉન પ્રિન્સેસ મેરિટે બે વધુ બાળકોને જન્મ આપ્યો હતો. રોયલ ફેમિલીએ મારિયસનો ઉછેર તેના બે સાવકા ભાઈ-બહેનો, 21 વર્ષીય રાજકુમારી ઇન્ગ્રીડ એલેક્ઝાન્ડ્રા અને 19 વર્ષીય રાજકુમાર સ્વેરે મેગ્નસ સાથે જ કર્યો હતો. જો કે, તે રાજકુમાર નથી અને જાહેર ક્ષેત્રના તેની કોઈ સત્તાવાર ભૂમિકા પણ નથી.

આપણ વાંચો:  Friends ફેમ મેથ્યુ પેરીના મોત મામલે ભારતીય મૂળની મહિલા ગુનો કબુલશે! જાણો કોણ છે ‘કેટામાઇન ક્વીન’

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button